NPR પર ભાજપનો પલટવાર, કહ્યું- 2019ના સૌથી મોટા જૂઠા છે રાહુલ ગાંધી
એનઆરસી અને એનપીઆર પર કેન્દ્ર સરકાર પર સતત નિશાન સાધનારા રાહુલ ગાંધીને કેન્દ્રીય પ્રધાન પ્રકાશ જાવડકરે વર્ષ 2019ના સૌથી મોટા ખોટા ગણાવ્યા છે. જાવડકરે કહ્યું કે, રાહુલ ગાંધી 2019ના સૌથી મોટા ખોટા છે.
નવી દિલ્હીઃ નેશનલ રજીસ્ટર ઓફ સીટીઝન (એનઆરસી) અને રાષ્ટ્રીય જનસંખ્યા રજીસ્ટર (એનપીઆર) પર કેન્દ્ર સરકાર પર સતત નિશાન સાધનારા રાહુલ ગાંધીને કેન્દ્રીય પ્રધાન પ્રકાશ જાવડકરે વર્ષ 2019ના સૌથી મોટા ખોટા ગણાવ્યા છે. જાવડકરે કહ્યું કે, રાહુલ ગાંધી 2019ના સૌથી મોટા ખોટા છે. તેમનું જનસંખ્યા રજીસ્ટરને ટેક્સ સાથે જોડવું વાહિયાત છે. એનપીઆરના માધ્યમથી ગરીબોની મદદ કરવામાં આવશે.
કેન્દ્રીય પ્રધાન પ્રકાશ જાવડકરે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને સાંસદ રાહુલ ગાંધી પર મોટો હુમલો કરતા કહ્યું કે, રાહુલ ગાંધીને વર્ષનો સૌથી મોટો જૂઠાનો એવોર્ડ આપી શકાય છે. આજે રાહુલ ગાંધીએ કહ્યું કે, એનઆરપી ગરીબો પર બીજો ટેક્સનો ભાર છે. એનપીઆરને ગરીબો પર ટેક્સ સાથે જોડવું વાહિયાત છે. રાહુલ ગાંધી 2019ના સૌથી મોટા ખોટા છે. તેમનું જનસંખ્યા રજીસ્ટરને ટેક્સ સાથે જોડાયેલી વાત કહેવી ચોંકાવનારૂ છે.
2010માં પણ થયું હતું એનપીઆરઃ જાવડેકર
જાવડેકરે કહ્યું કે, ખરેખર ભ્રષ્ટાચાર કોંગ્રેસની સંસ્કૃતિ રહી છે. કોંગ્રેસમાં ટૂજી ટેક્સ, જયંતી ટેક્સ, કોલસા ટેક્સ અને જીજા ટેક્સ વગેરે રહ્યું છે. વસ્તી ગણતરી અને એનપીઆર 2010માં પણ થયું હતું અને આ વખતે પણ થવા જઈ રહ્યું છે.
કેન્દ્રીય પ્રધાને કહ્યું કે, તેનાથી લાભાર્થીઓ માટે યોજના બનાવવામાં મદદ મળે છે. પીએમ મોદીએ આધારને લાગૂ કર્યું અને તેનાથી ડીબીટી આવ્યું. 9 લાખ કરોડ રૂપિયા સીધા જનતાના ખાતામાં ગયા છે. ગ્રામીણ લોકોને તેનાથી ફાયદો થયો છે. રાજીવ ગાંધી 100 રૂપિયામાંથી 15 રૂપિયા ગરીબને મળવાની વાત કરતા હતા, જ્યારે આજે 100ના 100 રૂપિયા મળે છે.
તેમણે કહ્યું કે, ગેરકાયદેસર ઘુષણખોરોને પ્રોત્સાહન આપવુ કોંગ્રેસનું કામ છે. કારણ કે તે તેને વોટબેન્કના રૂપમાં જુએ છે. આ આસામના પૂર્વ સાંસદ કહી રહ્યાં છે. અમે કોંગ્રેસને સવાલ કરીએ છીએ કે કોંગ્રેસનું કલ્ચર શું છે. તેમણે કહ્યું કે, કોંગ્રેસ પાસે અમે માગણી કરીએ છે કે ખોટું બોલવાનું બંધ કરે. દેશ ગેરમાર્ગે દોરાશે નહીં. તેમણે દેવામાફી ન કરી. રાજસ્થાનમાં તેમની સરકાર છે. કોટા જિલ્લામાં છેલ્લા એક મહિનામાં 77 મોત થયા છે અને રાહુલ ગાંધીએ ત્યાં જવું જોઈએ.
NRC અને NPR ગરીબો પર ટેક્સઃ રાહુલ ગાંધી
આ પહેલા કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ અને સાંસદ રાહુલ ગાંધી ત્રણ દિવસીય રાષ્ટ્રીય આદિવાસી નૃત્ય મહોત્સવનું ઉદ્ઘાટન કરવા આજે શુક્રવારે છત્તીસગઢની રાજધાની રાયપુર પહોંચ્યા હતા. રાહુલ ગાંધીએ કાર્યક્રમથી અલગ પત્રકારો સાથે વાત કરતા કેન્દ્રની મોદી સરકાર પર હુમલો કરતા કહ્યું કે, એનઆરસી અને એનપીઆર ગરીબો પર ટેક્સ છે.
જુઓ LIVE TV
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube