Goa CM pramod sawant oath ceremony: પ્રમોદ સાવંતે ગોવાના CM પદના શપથ લીધા, સતત બીજીવાર બન્યા મુખ્યમંત્રી
પ્રમોદ સાવંતે સતત બીજીવાર ગોવાના મુખ્યમંત્રી પદના શપથ લીધા. રાજ્યપાલ પીએસ શ્રીધરન પિલ્લાઈએ શ્યામા પ્રસાદ મુખર્જી સ્ટેડિયમમાં પદ અને ગોપનીયતાના શપથ લેવડાવ્યા.
નવી દિલ્હી: પ્રમોદ સાવંતે સતત બીજીવાર ગોવાના મુખ્યમંત્રી પદના શપથ લીધા. રાજ્યપાલ પીએસ શ્રીધરન પિલ્લાઈએ શ્યામા પ્રસાદ મુખર્જી સ્ટેડિયમમાં પદ અને ગોપનીયતાના શપથ લેવડાવ્યા. પ્રમોદ સાવંદ 2017માં તત્કાલિન મુખ્યમંત્રી મનોહર પર્રિકરના નિધન બાદ સીએમ બન્યા હતા.
પીએમ મોદી સહિત આ દિગ્ગજો રહ્યા હાજર
પ્રમોદ સાવંતના શપથ ગ્રહણ સમારોહમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, રક્ષામંત્રી રાજનાથ સિંહ, ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા, ભાજપ શાસિત રાજ્યોના સીએમ અને ભાજપના અનેક વરિષ્ઠ નેતાઓ સામેલ થયા.
ભાજપે મેળવી હતી જબરદસ્ત જીત
હાલમાં જ પૂરી થયેલી વિધાનસભા ચૂંટણીમાં ભાજપ ગોવામાં સૌથી મોટી પાર્ટી બનીને ઉભરી હતી. 40 સભ્યોવાળી રાજ્ય વિધાનસભામાં આ વખતે ભાજપને 20 બેઠકો મળી. પ્રમોદ સાવંતના નેતૃત્વમાં ભાજપ અહીં સતત બીજીવાર સત્તામાં આવ્યો.
દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube