પ્રણવ મુખર્જીએ પહેલા કરી ચૂંટણી પંચની પ્રશંસા, હવે EVM વિવાદ પર આપ્યું મોટું નિવેદન
લોકસભા ચૂંટણીને સફળતાપૂર્વક પૂરી કરાવવા બદલ ચૂંટણી પંચની પ્રશંસા કર્યા બાદ પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ ઈવીએમ વિવાદ પર પોતાના તાજા નિવેદનમાં કહ્યું છે કે, `હું મતદારોના નિર્ણય સાથે કથિત છેડછાડના અહેવાલો પર ચિંતિત છું.` આ સાથે જ તેમણે કહ્યું કે ઈવીએમની સુરક્ષા એ ચૂંટણી પંચની જવાબદારી છે.
નવી દિલ્હી: લોકસભા ચૂંટણીને સફળતાપૂર્વક પૂરી કરાવવા બદલ ચૂંટણી પંચની પ્રશંસા કર્યા બાદ પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ ઈવીએમ વિવાદ પર પોતાના તાજા નિવેદનમાં કહ્યું છે કે, "હું મતદારોના નિર્ણય સાથે કથિત છેડછાડના અહેવાલો પર ચિંતિત છું." આ સાથે જ તેમણે કહ્યું કે ઈવીએમની સુરક્ષા એ ચૂંટણી પંચની જવાબદારી છે.
આ 3 રાજ્યોમાં છૂપાયેલું છે NDAની સફળતાનું મોટું રહસ્ય, પરંતુ એક્ઝિટ પોલ કરી રહ્યાં છે ભ્રમિત!
ઈવીએમના દુરઉપયોગની ફરિયાદો તપાસમાં ખોટી નીકળી: ચૂંટણી પંચ
આ અગાઉ ચૂંટણી પંચે મતદાન બાદ ઈવીએમને મતગણતરીના સ્થળો સુધી પહોંચાડવામાં ગડબડી અને દુરઉપયોગને લઈને ઉત્તર પ્રદેશ તથા બિહાર સહિત વિભિન્ન રાજ્યોથી મળેલી ફરિયાદોને પ્રાથમિક તપાસના આધારે ખોટી ગણાવીને ફગાવી દીધી છે. પંચના એક અધિકારીએ મંગળવારે જણાવ્યું કે મશીનોને મતગણતરીના સ્થળોએ લઈ જવા અને રાખવામાં ગડબડીની ફરિયાદોને ગંભીરતાથી લેતા જે તે રાજ્યોના જિલ્લા ચૂંટણી અધિકારીઓ પાસેથી તત્કાળ તપાસ રિપોર્ટ લેવામાં આવ્યો. તપાસમાં જાણવા મળ્યુ કે જે મશીનોની ફરિયાદ કરવામાં આવી છે તે રિઝર્વ મશીનો હતી. તેમનો મતદાનમાં ઉપયોગ કરાયો નથી. મતદાન દરમિયાન ઈવીએમમાં ટેક્નિકલ ખામી થતા તેને રિઝર્વ મશીનો સાથે બદલી નાખવામાં આવતી હોય છે.
વિપક્ષ ફરિયાદ કરવા જશે ચૂંટણી પંચ પાસે, તો પ્રણબ મુખર્જી બોલ્યા શાનદાર રીતે થઇ ચૂંટણી
ઉલ્લેખનીય છે કે પંચે ઉત્તર પ્રદેશના ગાઝીપુર, ચંદૌલી, ડુમરિયાગંજ અને ઝાંસી તથા બિહારની સારણ સીટ પર મતદાન બાદ ઈવીએમના દુરઉપયોગની ફરિયાદો પર કાર્યવાહીના આધારે કોઈ પણ પ્રકારની ગડબડી કે દુરઉપયોગની આશંકાનો ઈન્કાર કર્યો હતો.
પંચે ઝાંસીમાં ફરિયાદની તપાસ બાદ સ્થાનિક ચૂંટણી અધિકારીના નિવેદનનો હવાલો આપતા કહ્યું કે મતદાનમાં ઉપયોગમાં લેવાયેલી ઈવીએમ અને વીવીપેટને વ્યવસ્થિત રીતે સીલ કર્યા બાદ મતગણતરીના કેન્દ્રો પર બનેલા સ્ટ્રોંગ રૂમમાં સીસીટીવી કેમેરાની નિગરાણીમાં સુરક્ષિત રખાયા છે. આ જગ્યાઓ પર કેન્દ્રીય પોલીસ બળના જવાનો તહેનાત છે. સ્ટ્રોંગ રૂમને ઉમેદવારો અને તેમના નિર્ધારિત પ્રતિનિધિ ગમે ત્યારે જોઈ શકે છે. પંચે ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત થયો હોવાના આધારે મશીનોના દુરઉપયોગ અને રાખરખાવમાં ગડબડીની ફરિયાદોને ખોટી ગણાવી.
દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...