નવી દિલ્હી : પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ (RSS)નાં કાર્યક્રમમાં ભાગ લેવા મુદ્દે ભાજપનાં વિદ્વાન નેતા લાલકૃષ્ણ અડવાણીએ પણ ચુપકીદી તોડી છે. તેમણે નાગપુર ખાતે RSS મુખ્યમથકમાં મુખર્જીનાં જવા અને રાષ્ટ્રવાદ પર તેમના સંબોધનને સમકાલીન ઇતિહાસની મહત્વની ઘટના બનાવી છે. દશકો સુધી કોંગ્રેસ પાર્ટી સાથે જોડાયેલા રહેલા પુર્વ રાષ્ટ્રપતિ મુખર્જી દ્વારા RSS અને તેનાં પ્રમુખ મોહન ભાગવતનો આમંત્રણ સ્વિકાર કરવા માટે અડવાણીએ તેમનાં ખુબ વખાણ પણ કર્યા છે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

RSSનાં આજીવન સ્વયં સેવક અને ભાજપનાં દિગ્ગજ નેતાએ કહ્યું કે, તેમનું માનવું છે કે મુખર્જી અને ભાગવત વૈચારિક સંબંદ્ધતાઓ અને મતભેદોથી આગળ વધીને સંવાદનું એક પ્રશંસનીય ઉદાહર સામે મુક્યું છે. તેમણે નિવેદનમાં કહ્યું કે, બંન્ને ભારતની એકતાને જરૂરીયાતને રેખાંડિત કરી જે વિવિધતાઓ (જેમાં ધાર્મિક બાહુલતાનો સમાવેશ થાય છે)ને સ્વિકાર અને સન્માન કરે છે. 

અત્રે ઉલ્લેખનીય છે કે, અડવાણી લાંબા સમય સુધી ભાજપનાં અધ્યક્ષ રહ્યા છે. તેમણે ભાગવતનાંનેતૃત્વમાં આરએસએસનાં વિસ્તાર અને સંવાદ દ્વારા દેશનાં તમામ વર્ગો સુધી પહોંચ બનાવવા માટેનાં ગંભીર પ્રયાસો અંગે પ્રસન્નતા વ્યક્ત કરી.તેમણે કહ્યું કે, એક બીજા પ્રત્યે સન્માનની ભાવના સાથે આ પ્રકારનો મુક્ત સંવાદ નિશ્ચિત સહિષ્ણુતા, સદ્ભાવ અને સહયોગનું વાતાવરણ પેદા કરવામાં મદદ કરશે, જેની ખુબ  જરૂરિયાત છે. 

મુખર્જીનાં વખાણ કરતા અડવાણીએ તેમની સાથે પોતાના સંબંધોને યાદ કરતા આરએસએસના આમંત્રણનો સ્વિકાર કરતા પુર્વ રાષ્ટ્રપતિએ સદ્ભાવનો પરિચય આપ્યો. તેમણે કહ્યું કે, જાહેર જીવનમાં લાંબા અનુભવ અને તેમનાં પોતાનાં સ્વભાવ સાથે મળીને એક એવું સ્ટેટમેન્ટ બનાવી દીધું છે જે દ્રઢતા પુર્વક માનવું છે કે  તમામ વૈચારિક અને રાજીતિક પૃષ્ટભુમિના લોકો વચ્ચે સંવાદ અને સહયોગ ખુબ જ જરૂરી છે. 

અત્રે ઉલ્લેખનીય છે કે, પુર્વ રાષ્ટ્રપતિનાં આરએસએસનાં કાર્યક્રમમાં સમાવિષ્ઠ હોવાનું આમંત્રણ સ્વીકાર કર્યા બાદ સમગ્ર દેશમાંવિવાદ પેદા થયો હતો.  કોંગ્રેસ અને વિપક્ષી દળો પ્રણવ મુખર્જીનાં નિશાન પર હતા.