Sonia Gandhi to take call on Prashant Kishor: ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોર દ્વારા આગામી ચૂંટણી અને વિધાનસભા ચૂંટણીની રણનીતિ પર વિચાર-વિમર્શની એક શૃંખલા વચ્ચે કોંગ્રેસ ના વરિષ્ઠ નેતાઓના એક ગ્રુપે પાર્ટી અધ્યક્ષ સોનિયા ગાંધીને પોતાની ભલામણો આપી છે અને આ તેમના પર છોડી દીધું છે કે તે તેના પર કોઇ નિર્ણય લે તથા સંગઠનાત્મક પરિવર્તનની પહેલ કરે. સૂત્રોએ કહ્યું કે કોંગ્રેસ અધ્યક્ષ દ્રાર રચવામાં આવેલી નેતાઓની સમિતિએ કિશોરની રણનીતિક યોજના પર વિસ્તાર પૂર્વક ચર્ચા કરી અને સોનિયા ગંધીને પોતાની ભલામણો આપતાં ઘણા વરિષ્ઠ નેતાઓ સાથે વિચાર-વિમર્શ કરી અને જૂની પાર્ટીને પુનર્જીવિત કરવા માટે આગળ વધારી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મોટાભાગના નેતાઓએ કર્યું સમર્થન
સૂત્રોએ કહ્યું કે પાર્ટીના પુર્નોદ્ધાર અને રણનીતિ યોજના પર આગળ વિચાર-વિમર્શ કરવા માટે પાર્ટીના કેટલાક નેતા સોમવારે ફરીથી મળશે. કિશોરના કોંગ્રેસમાં સામેલ થવા પર કેટલાક વરિષ્ઠ નેતાઓને અતીતમાં ભાજપમા, જેડીયૂ, ટીએમસી અને કોંગ્રેસ સહિત ઘણા રાજકીય પક્ષો સથે તેમની ભાગીદારીને ધ્યાનમાં રાખતાં વાંધો હતો, જોકે તેમાંથી મોટાભાગના તેમને સમર્થન કર્યું છે. પરંતુ અંતિમ નિર્ણય કોંગ્રેસ અધ્યક્ષ પર છોડી દીધો છે. 


નકકર યોજના લઇને આવ્યા છે પ્રશાંત કિશોર
દિગ્વિજય સિંહ જેવા કેટલા વરિષ્ઠ નેતાઓએ કહ્યું કે પ્રશાંત કિશોર એક નક્કર રણનિતી યોજનાને લઇને આવ્યા છે અને સમિતિએ તેના પર આગળ ચર્ચા કરી છે. તેમણે કહ્યું કે તેનાથી પાર્ટીને મદદ મળશે. દિગ્વિજય સિંહની સાથે પ્રિયંકા ગાંધી વાડ્રા, અંબિકા સોની, કેસી વેણુગોપાલ, મુકુલ વાસનિક, જયરામ રમેશ, પી ચિદંબરમ અને રણદીપ સુરજેવાલા સોનિયા ગાંધી દ્રાર રચવામાં આવેલી પેનલમાં સામેલ છે, જેમણે આ અઠવાડિયા દરમિયાન કલાકો સુધી બેઠક કરી. આ ચર્ચાઓ દરમિયાન તે કોંગ્રેસના ઘણા વરિષ્ઠ નેતાઓ અને કિશોર સાથે પણ મળી ચૂક્યા છે. 


ગાંધી સિવાયને કોંગ્રેસને કમાન સોંપવાની ભલામણ
સૂત્રોએ કહ્યું કે પ્રશાંત કિશોરે પહેલાં કોંગ્રેસમાં જી-23 ના કેટલાક નેતાઓ સાથે મુલાકાત કરી હતી, જ્યારે શરદ પવાર સહિત કેટલાક વિપક્ષી નેતાઓ સાથે પણ મળ્યા હતા. આ મુલાકાતમાં ભલામણ આપવામાં આવી હતી કે નરેન્દ્ર મોદીને સત્તાથી બહાર કરવા માટે વિપક્ષને એકજૂટ થઇને ચૂંટણી લડવી જોઇએ. તેમણે કહ્યું હતું કે તેના માટે એક બિન ગાંધીને પાર્ટી સોંપઈને કોંગ્રેસને મજબૂત કરવી પડશે. તેમણે કહ્યું હતું કે તેના માટે એક બિન ગાંધીને પાર્ટી સોંપીને કોંગ્રેસને મજબૂત કરવી પડશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube