Prashant Kumar ની કોંગ્રેસમાં થઈ શકે છે એન્ટ્રી, રાહુલ ગાંધીએ પાર્ટીના વરિષ્ઠ નેતાઓ પાસે સલાહ માંગી
ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોર (Prashant Kumar) ની દેશની સૌથી જૂની રાજકીય પાર્ટી કોંગ્રેસમાં એન્ટ્રી થઈ શકે છે. પ્રશાંત કિશોરને પાર્ટીમાં સામેલ કરવાના મુદ્દા પર રાહુલ ગાંધીએ પાર્ટીના વરિષ્ઠ નેતાઓની સલાહ માંગી છે.
નવી દિલ્હીઃ ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોર (Prashant Kumar) ના કોંગ્રેસમાં સામેલ થવાને લઈને અટકળોનું બજાર ગરમ છે. પરંતુ આ વચ્ચે સવાલ છે કે શું કોંગ્રેસ પ્રશાંત કિશોરને પોતાની પાર્ટીમાં સામેલ કરવા ઈચ્છે છે અને શું પ્રશાંત કિશોર દેશની સૌથી જૂની રાજકીય પાર્ટીમાં સામેલ થઈ શકે છે? તેને લઈને રાજકીય વર્તુળોમાં ચર્ચાઓ ચાલી રહી છે. પરંતુ ન તો કોંગ્રેસ તરફથી કંઈ કહેવામાં આવ્યું છે અને ન પ્રશાંત કિશોરે તેને લઈને કોઈ સત્તાવાર નિવેદન આપ્યું છે.
રાહુલ ગાંધીએ પાર્ટીના વરિષ્ઠ નેતાઓનો માંગ્યો મત
એક રિપોર્ટ અનુસાર પ્રશાંત કિશોરને કોંગ્રેસમાં સામેલ કરવાને લઈને પાર્ટીના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ વરિષ્ઠ નેતાઓ પાસે સલાહ માંગી છે. રિપોર્ટ અનુસાર આ મામલા સાથે જોડાયેલા ત્રણ લોકોએ નામ ન છાપવાની શરતે જણાવ્યું કે 22 જુલાઈએ રાહુલ ગાંધીની અધ્યક્ષતામાં એક બેઠક યોજાઈ હતી, જેમાં આ મુદ્દા પર ચર્ચા કરવામાં આવી હતી. બેઠકમાં રાહુલ ગાંધી સિવાય એકે એન્ટની, મલ્લિકાર્જુન ખડગે, કેસી વેણુગોપાલ, કમલનાથ અને અંબિકા સોની સહિત લગભગ કોંગ્રેસના મુખ્ય નેતાઓ હાજર રહ્યા હતા.
આ પણ વાંચોઃ મેડિકલ કોર્સમાં OBC ને 27%, EWS ને 10% અનામત, મોદી સરકારનો મોટો નિર્ણય
પ્રશાંત કિશોરને આપવામાં આવી શકે છે મોટી જવાબદારી
રિપોર્ટ અનુસાર રાહુલ ગાંધી આગામી કેટલાક દિવસોમાં આ મુદ્દા પર અંતિમ નિર્ણય લઈ શકે છે. જો બંને પક્ષ સહમત થાય તો પ્રશાંત કિશોરને પાર્ટીમાં કોઈ મોટુ પદ ઓફર કરવામાં આવી શકે છે. મામલા સાથે જોડાયેલા લોકોએ જણાવ્યું કે રાહુલ ગાંધીએ બેઠકમાં સામેલ વરિષ્ઠ નેતાઓને પૂછ્યુ કે પ્રશાંત કિશોરને કોંગ્રેસમાં સામેલ કરવા પર તેનું શું કહેવું છે તો મોટા ભાગના લોકોએ પોઝિટિવ જવાબ આપ્યો અને કહ્યું કે, આ ખોટો વિચાર નથી.
પ્રશાંત કિશોરે રાહુલ, પ્રિયંકા અને સોનિયા ગાંધી સાથે કરી મુલાકાત
મહત્વનું છે કે પ્રશાંત કિશોરે 13 જુલાઈએ દિલ્હીમાં કોંગ્રેસ નેતા સોનિયા ગાંધી, પાર્ટી મહાસચિવ પ્રિયંકા ગાંધી અને રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી હતી. ત્યારબાદ આશંકાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે કે પ્રશાંત કિશોર કોંગ્રેસમાં સામેલ થઈ શકે છે અને તે 2024માં યોજાનાર લોકસભા ચૂંટણી માટે મોટી યોજના તૈયાર કરી રહ્યાં છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube