નવી દિલ્હીઃ ચૂંટણીના ચાણક્ય કહેવાતા પ્રશાંત કિશોર આવનારી લોકસભાની ચૂંટણીમાં કોના પક્ષમાં હશે, તેને લઈને વિચારવામાં આવી રહ્યું છે, પરંતુ આ વચ્ચે ખુદ પ્રશાંત કિશોરે પોતાની વેબસાઇટના માધ્યમથી જનતાનો મૂડ જાણી રહ્યાં છે. પ્રશાંત કિશોરની વેબસાઇટ નેશનલ એજન્ડા ફોરમ પર લોકોને સવાલ કરવામાં આવી રહ્યો છે કે, તે પોતાના નેતાના રૂપમાં કોને પસંદ કરી રહ્યાં છે. આ સર્વેમાં વડાપ્રધાન મોદી આગળ ચાલી રહ્યાં છે. એટલે કે અત્યાર સુધીના સર્વેમાં વધુ પડતા લોકો ઈચ્છે છે કે 2019માં પણ નરેન્દ્ર મોદી જ દેશના વડાપ્રધાન બને. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રશાંત કિશોરે પોતાની વેબસાઇટ પર આ સવાલની સાથે માનવામાં આવી રહ્યું છે કે, તેમણે લોકસભા ચૂંટણી માટે પોતાના અભિયાનની શરૂઆત કરી દીધી છે. લોકો નેશનલ એજન્ડા ફોરમ પર લોગ-ઇન કરીને પોતાના મનપસંદ નેતાનું નામ જણાવવાની સાથે તમે તે પણ જણાવી શકો કે, ક્યા મદ્દા છે જે મહત્વ રાખે છે. સૌથી લોકપ્રિય નેતા માટે કેટલાક નામ વેબસાઇટ પર આપવામાં આવ્યા છે. આ સાથે રીડર્સની પાસે વિકલ્પ પણ છે કે, તેઓ એક નામને જોડી શકે. 


આ વેબસાઇટ પર અત્યાર સુધી જેટલા લોકોએ પોતાનું મંતવ્ય આપ્યું છે તે અનુસાર લોકોનો વિશ્વાસ જીતવાના મામલામાં નરેન્દ્ર મોદી સૌથી આગળ ચાલી રહ્યાં છે. કુલ 36.2 ટકા લોકોનું કહેવું છે કે પીએમ મોદી સૌથી વિશ્વાસપાત્ર નેતા છે. આ સર્વેમાં રાહુલ ગાંધી બીજા નંબર પર ચાલી રહ્યાં છે. તેમને કુલ 21.4 ટકા લોકોનું સમર્થન પ્રાપ્ત છે. કુલ 9.7 ટકા મતની સાથે કેજરીવાલ ત્રીજા સ્થાને છે. મમતા બેનર્જી અને નીતિશ કુમાર ચોથા અને પાંચમાં સ્થાન પર છે. 


વેબસાઇટ પર સૌથી લોકપ્રિય નેતા માટે મત આપતા પહેલા એજન્ડા પોઇન્ટ નક્કી કરવો જરૂરી છે. તેમાં દેશના 18 મહત્વના મુદ્દા આપવામાં આવ્યા છે, જેમાંથી એક યૂઝર સૌથી વધુ 10 મુદ્દાને પસંદ કરી શકે છે. આ મુદ્દામાં રાષ્ટ્રીય ભાષા, મજૂરોના મુદ્દા, સ્વાસ્થ્ય, કિસાનોની સમસ્યા, આદિવાસિઓની સમસ્યા, શિક્ષા, સાંપ્રદાયિક એકતા, આર્થિક સમાનતા અને મહિલા સુરક્ષા જેવા વિષય સામેલ છે. 


સર્વેમાં વધુ પડતા લોકોએ છાત્રોની સમસ્યાને મુખ્ય મુદ્દો માન્યો છે. તેમનું કહેવું છે કે છાત્રોને આગળ વધવા માટે તમામ તક મળવી જોઈે, આ સાથે દેશમાં એવો માહોલ બને કે વિદ્યાર્થીઓ રાષ્ટ્ર નિર્માણમાં પોતાનું યોગદાન કરી શકે. ત્યારબાદ મહિલાઓની સુરક્ષા, કિસાનોની સમસ્યા અને આર્થિક અસમાનતા જેવા મુદ્દાને લોકોએ મહત્વ આપ્યું છે. 


આ સર્વે 14 ઓગસ્ટ સુધી ચાલશે અને 15 ઓગસ્ટે તેનું પરિણામ જાહેર કરવામાં આવશે. નેશનલ એજન્ડા ફોરમનું કહેવું છે કે આ સર્વેમાં જે નેતાને સૌથી વધુ મત મળશે, તેમને તેની ટીમ જઈને મળશે અને તેમને આ મુદ્દા વિશે જણાવશે, જેને સર્વેમાં લોકોએ મહત્વ આપ્યું છે. તેમની પાર્ટીને આગ્રહ કરવામાં આવશે કે તે આ મુદ્દાને પોતાની ચૂંટણી ઘોષણા પત્રમાં સામેલ કરે.