17 વર્ષ જૂના ઉમેશ પાલ અપહરણ કેસમાં આજે પ્રયાગરાજની એમપી-એમએલએ કોર્ટે ચુકાદો આપ્યો. અતીક અહમદ પહેલીવાર દોષિત ઠર્યો છે. દોષિત અતીક કોર્ટમાં ભાઈ અશરફને ભેટીને રડી પડ્યો. કોર્ટે બાહુબલી અતીક અહમદ સહિત 3 આરોપીઓને દોષિત ઠેરવ્યા. આ મામલે કુલ 11 આરોપીઓ હતા. જેમાંથી એકનું મોત નિપજ્યું છે. આ અગાઉ સોમવારે અતીક અહમદને ગુજરાતની સાબરમતી જેલમાંથી પ્રયાગરાજ લાવવામાં આવ્યો હતો. તેના ભાઈ અશરફને બરેલીથી પ્રયાગરાજ લાવવામાં આવ્યો હતો. આ સિવાય અન્ય એક આરોપી ફરહાનને પણ અહીં લાવવામાં આવ્યો હતો. અતીક અહમદ પર ઉમેશ પાલની હત્યાનો પણ આરોપ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આજીવન કેદની સજા
કોર્ટે અતીક અહમદ સહિત ત્રણેય દોષિતોને આજીવન કેદની સજા ફટકારી છે. કોર્ટે અતીક અહમદ ઉપરાંત દિનેશ પાસી ખાન, અને શૌલત હનીફને દોષિત ઠેરવ્યા છે. 


3 આરોપી દોષિત જાહેર, 7 છૂટી ગયા
ઉમેશ પાલ કિડનેપિંગ કેસમાં અતીક અહમદ અને તેના ભાઈ અશરફ અહમદ સહિત કુલ 11 આરોપીઓ હતા. જેમાંથી એકનું મોત થઈ ચૂક્યું છે. આજે કોર્ટમાં 10 આરોપીઓને હાજર કરવામાં આવ્યા હતા. જેમાંથી 3ને દોષિત ઠેરવવામાં આવ્યા. જ્યારે કોર્ટે 7ને છોડી મૂક્યા. કોર્ટે અતીક અહમદ ઉપરાંત દિનેશ પાસી ખાન, અને શૌલત હનીફને દોષિત ઠેરવ્યા છે. જ્યારે અતીકના ભાઈ અશરફ અહમદ, અંસાર બાબા, ફરહાન, ઈસરાર, આબિદ પ્રધાન, આશિક મલ્લી, અને અઝાઝ અખ્તરને છોડી મૂક્યા છે. જ્યારે એક આરોપી અંસાર અહમદનું મોત નિપજ્યું છે. 


જાણો કેસની વિગતો....
વર્ષ 2005ની વાત છે. જ્યારે બસપા વિધાયક રાજુ પાલની જાહેરમાં ગોળીઓથી વીંધીને હત્યા કરી દેવાઈ હતી. જ્યારે રાજુપાલ, તેમની પત્ની પૂજા પાલ અને ઉમેશ પાલ બસપામાં હતા. ત્યારે અતીક અહમદ અને તેનો ભાઈ અશરફ સમાજવાદી પાર્ટીમાં હતા. વર્ષ 2004માં અતીક અહમદ યુપીની ફૂલપુર લોકસભા બેઠકથી સમાજવાદીની ટિકિટ પર ચૂંટણી લડીને સાંસદ બન્યો હતો. તે પહેલા તે અલાહાબાદ પશ્ચિમ વિધાનસભા બેઠક પરથી એમએલએ ચૂંટાઈ આવ્યો હતો. પરંતુ તેના સાંસદ બનતા જ સીટ ખાલી થઈ અને થોડા દિવસો બાદ પેટાચૂંટણીની જાહેરાત થઈ. આ સીટ પર સપાએ સાંસદ અતીક અહમદના નાના ભાઈ અશરફને ઉમેદવાર બનાવ્યો. જ્યારે ચૂંટણીમાં બસપાથી રાજુ પાલને ટિકિટ મળી હતી. ચૂંટણી થઈ તો રાજુ પાલે અતીક અહમદના  ભાઈ  અશરફને હરાવી દીધો અને વિધાયક બની ગયા. અતીક અને તેનો પરિવાર હાર પચાવી શક્યા નહીં અને 25 જાન્યુઆરી 2005ના રોજ રાજુ પાલની હત્યા કરી નાખવામાં આવી.


આવતા વર્ષથી બદલાઈ જશે તમામ વર્ગોના પાઠ્યપુસ્તકો! નવા પુસ્તકોથી કરાવાશે અભ્યાસ


PM મોદીએ પાર્ટીના સાંસદોને સોંપ્યુ અનોખુ કામ, 1 મહિનાની અંદર પૂરું કરવાનો લક્ષ્યાંક


માત્ર 30 સેકન્ડમાં ખબર પડી જશે કે દૂધ અસલી છે કે ભેળસેળવાળું, જાણો કેવી રીતે? 


24 ફેબ્રુઆરીએ ઉમેશ પાલની હત્યા
પ્રયાગરાજમાં 24 ફેબ્રુઆરીના રોજ ધોળે દિવસે રાજૂ પાલ હત્યાકાંડમાં સાક્ષી ઉમેશ પાલની હત્યા કરી દેવાઈ હતી. ઉમેશ પાલ ત્યારે પોતાના ઘરે જઈ રહ્યા હતા. ગલીની બહાર કારમાંથી નીકળતી વખતે તેમના પર શુટરોએ ફાયરિંગ  કર્યું હતું. આ દરમિયાન બોમ્બ પણ ફેંકવામાં આવ્યા હતા. આ હુમલામાં ઉમેશ પાલ અને તેમના બે ગનર્સના મોત થયા હતા. ઉમેશ પાલની પત્નીએ આ મામલે અતીક અહમદ, તેના ભાઈ અશરફ સહિત 9 લોકો પર કેસ દાખલ કર્યો છે. પોલીસ આ મામલે અસદ સહિત 5 શુટર્સની શોધમાં છે. 


પ્રયાગરાજની એમપી-એમએલએ કોર્ટે આ કેસમાં 18 માર્ચના રોજ સુનાવણી પૂરી કરી અને ચુકાદો અનામત રાખ્યો હતો. જજ ડીસી શુક્લાએ 23 માર્ચના રોજ અતીકને હાજર કરવા માટે આદેશ બહાર પાડ્યો હતો.  

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube