નવી દિલ્હી: ICMR ના હાલના એક સ્ટડી મુજબ ગર્ભવતી મહિલાઓ અને બાળકોને સ્તનપાન કરાવતી મહિલાઓ કોરોના રસી લઈ શકે છે. કોરોનાની બીજી લહેરમાં ગર્ભવતી અને પ્રસુતિ બાદ મહિલાઓના વધુ સંખ્યામાં મોત થયા છે. ICMR ના સ્ટડીમાં આ ખુલાસો પણ થયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બીજી લહેરમાં વધુ મહિલાઓમાં જોવા મળ્યા કોરોનાના લક્ષણ
ગર્ભવતી મહિલાઓ અને બાળકોને જન્મ આપ્યા બાદની મહિલાઓને લઈને ICMR એ સ્ટડી કર્યો છે. આ સ્ટડી કોરોનાની પહેલી અને બીજી લહેરમાં કરાયો છે. પહેલી લહેરમાં તેમનામાં સિમ્પ્ટોમેટિક કેસ 14.2% હતા જ્યારે બીજી લહેરમાં તે વધીને  28.7 ટકા થઈ ગયા. એટલે કે વધુ ગર્ભવતી મહિલાઓમાં કોરોનાના લક્ષણો જોવા મળ્યા. 


બીજી લહેરમાં વધ્યો મૃત્યુદર
પહેલી લહેરમાં જ્યાં મૃત્યુદર 0.7 ટકા હતો ત્યાં બીજી લહેરમાં 5.7 ટકા થઈ ગયો. બંને લહેરમાં ડેથ રેટ 2 ટકા રહ્યો. 1530 મહિલાઓ પર આ સ્ટડી કરવામાં આવ્યો હતો. જેમાં પહેલી લહેરની 1143 મહિલાઓ અને બીજી લહેરની 387 મહિલાઓ પર સ્ટડી કરાયો. સ્ટડી મુજબ આવામાં રસી લેવામાં જ ફાયદો છે. 


Corona સંક્રમિત વયસ્કોને અપાતી દવા શું બાળકોને આપી શકાય? જાણો સ્વાસ્થ્ય મંત્રાલયની નવી ગાઇડલાઇન


WHO એ પણ કરી હતી ભલામણ
ICMR એ કહ્યું કે આ સ્ટડી કોવિડ-19 વિરુદ્ધ ગર્ભવતી અને ફિડિંગ કરાવતી મહિલાઓના રસીકરણના મહત્વને દર્શાવે છે. ભારતમાં સ્તનપાન કરાવતી તમામ મહિલાઓ માટે રસી લેવાની ભલામણ કરાઈ છે. વિશ્વ આરોગ્ય સંગઠને (WHO) ગત સપ્તાહે ભલામણ કરી હતી કે જો ગર્ભવતી મહિલાઓને કોવિડથી વધુ જોખમ હોય અને તેમને અન્ય બીમારીઓ હોય તો તેમને રસી આપવી જોઈએ. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube