Pregnant Women પણ લગાવી શકે છે Corona Vaccine? સ્વાસ્થ્ય મંત્રાલયે કરી આ જાહેરાત
કોરોના (Corona) સામેના જંગમાં સરકારે વધુ એક મોટો નિર્ણય લીધો છે. સરકારે કહ્યું છે કે હવે સગર્ભા સ્ત્રીઓને (Pregnant Women) પણ કોરોના રસી (Corona Vaccine) આપી શકાય છે
નવી દિલ્હી: કોરોના (Corona) સામેના જંગમાં સરકારે વધુ એક મોટો નિર્ણય લીધો છે. સરકારે કહ્યું છે કે હવે સગર્ભા સ્ત્રીઓને (Pregnant Women) પણ કોરોના રસી (Corona Vaccine) આપી શકાય છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આ જાહેરાત કરી છે.
'રસીકરણ બધા માટે છે ફાયદાકારક'
ICMR ના ડાયરેક્ટર જનરલ ડો. બલરામ ભાર્ગવે (Dr Balram Bhargava) જણાવ્યું હતું કે સગર્ભા સ્ત્રીઓ (Pregnant Women) માટે કોરોના રસી લેવી ફાયદાકારક છે અને તેમને પણ આ રસી લેવી જોઈએ. તેમણે કહ્યું કે આરોગ્ય મંત્રાલયે આ સંદર્ભે માર્ગદર્શિકા જારી કરી છે અને સગર્ભા સ્ત્રીઓને રસી (Corona Vaccine) અપાવવામાં કોઈ અડચણ નથી.
Cancer: આ એક ટેસ્ટથી ખબર પડે છે 50 પ્રકારના કેન્સર, એ પણ લક્ષણો દેખાય તે પહેલા
'બંને દેશી રસીઓ કોરોના પર અસરકારક'
ICMR વડાએ કહ્યું કે કોરોના વાયરસના (Coronavirus) આલ્ફા, બીટા, ગામા અને ડેલ્ટા વેરિઅન્ટ સામે ભારતમાં બંને રસી અસરકારક છે. કોવિડશિલ્ડ (Covidshield) અને કોવેક્સીન (Covaxin) લગાવવાથી વાયરસના તમામ વેરિઅન્ટ અટકાવી શકાય છે.
આ પણ વાંચો:- રવિશંકર પ્રસાદનું ટ્વિટર એકાઉન્ટ બ્લોક, IT મંત્રીએ આપી આ જાણકારી
'ભારતમાં ડેલ્ટા પ્લસના 48 કેસ'
તેમણે જણાવ્યું હતું કે કોરોના વાયરસનો (Coronavirus) ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ (Delta Plus) હાલમાં દુનિયાના 12 દેશોમાં મળી આવ્યો છે. ભારતમાં અત્યાર સુધીમાં આ વેરિઅન્ટનાં 48 કેસ નોંધાયા છે, પરંતુ તે ઘણા સ્થાનિક કક્ષાના કેસ હતા. તેમણે દાવો કર્યો હતો કે હજી સુધી આ વેરિએન્ટના મોટા પ્રમાણમાં ફેલાવાની કોઈ નિશાની નથી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube