નવી દિલ્હી: કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રલાયે દેશમાં કોરોના વાયરસના ઓમિક્રોન વેરિએન્ટના સબ વેરિએન્ટ  'XE' ના પહેલો કેસ મળ્યો હોવાનું ખંડન કર્યું છે. નવા વેરિએન્ટથી એક દર્દી સંક્રમિત હોવાના રિપોર્ટ આવ્યાના થોડીવાર જ મંત્રાલયે કહ્યું કે હાલમાં નવા વેરિએન્ટની હાજરી હાજરી તરફ ઇશારો કરતા નથી. જોકે બીએમસીનું આ મુદ્દે કહેવું છે કે આજની  INSACOG બેઠકમાં તેઅમને આગળના વિશ્લેષણ માટે અનુક્રમણ ડેટા NIBMG મોકલવા માટે કહેવામાં આવ્યું છે. જેથી XE વેરિએન્ટની પુષ્ટિ કરી શકાય. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સ્વાસ્થ્ય મંત્રાલયના સૂત્રોએ પહેલાં કેસના રિપોર્ટ બાદ કહ્યું કે સેમ્પલની FastQ ફાઇલો, જેમને  XE વેરિએન્ટ બતાવવામાં આવ્યો છે તેની INSACOG જીનોમિક એક્સપર્ટ્સ દ્વારા તપાસ કરવામાં આવી હતી. તેમાં અનુમાન લગાવવામાં આવ્યું છે કે આ સંસ્કરણના જીનોમિક સંવિધાન 'XE' વેરિએન્ટની જીનોમિક તસવીર સંબંધિત નથી. 


બીએમસીના એક અધિકારીએ જણાવ્યું હતું કે કોવિડ 19 વધુ સંક્રમણ સ્વરૂપ એક્સઇનું પહેલો કેસ મુંબઇમાં સામે આવ્યો છે. ફેબ્રુઆરીમાં દક્ષિણ આફ્રીકાથી મુંબઇ આવેલી એક મહિલામાં ઓમિક્રોના આ ઉપ સ્વરૂપના સંક્રમણની પુષ્ટિ થઇ. મહિલામાં કોઇપણ પ્રકારના લક્ષણ ન હતા. અને તે સાજી થઇ ગઇ છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube