નવી દિલ્હી : ગણતંત્ર દિવસ પ્રસંગે તેને દિલેર જવાનની શહાદતનું સન્માન પણ થયું, જે આતંકનો રસ્તો છોડીને સેનામાં જોડાયો અને આતંકવાદીઓ સામે લડતા અંતિમ શ્વાસ લીધા હતા. શહીદ લાંસ નાયક નજીર વાનીને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે અશોકચક્રથી સન્માનીત કર્યા. ત્યાર બાદ રાષ્ટ્રપતિએ ગણતંત્ર દિવસની સંધ્યા પર આયોજીત એટ હોમ કાર્યક્રમમાં શહીદનાં પરિવાર સાથે ખાસ મુલાકાત કરી. પરિવાર સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સંરક્ષણ મંત્રી નિર્મલા સીતારમણે પણ મુલાકાત કરી હતી. 



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વતનની રક્ષા કરતા પોતાની ફરજ પર ફના થઇ ગયા. નજીર વાની જે શોપિયામાં આતંકવાદીઓનાં લડતા લડતા શહીદ થઇ ગયો, જે પોતે જ ક્યારેક આતંકવાદી પલટનનો હિસ્સો હતો. જેમાં ક્યારેક આતંકવાદીઓને ઉકસાવ્યા બાદ બંદુક ઉઠાવી હતી. જો કે જ્યારે આંખ ખુલી તો આતંકવાદીઓથી દુર જઇને સેનાની વર્દી પહેરી લીધી હતી અને પોતાનું જીવન દેશનાં નામે કરી દીધું હતું. 



અત્રે ઉલ્લેખનીય છે કે, ગત્ત વર્ષે નવેમ્બરની ઘટના છે. સેનાને શોપિયામાં કેટલાક આતંકવાદીઓ છુપાયેલા હોવાની માહિતી મળી હતી. 6 આતંકવાદીઓ એક ઘરમાં છુપાયેલા હતા.  સેનાએ આતંકવાદીઓ વિરુદ્ધ ઓપરેશન ચાલુ કર્યું. સેનાની આ ટીમમાં લાન્સ નાયક નજીર વાની પણ હતા. આતંકવાદીઓના ગોળીબાર વચ્ચે લાંસ નાયક નજીર વાનીએ એક આતંકવાદીને ઠાર માર્યો અને પોતે ગંભીર રીતે ઘાયલ થઇ ગયા, જો કે તેણે આત્મવિશ્વાસ નહોતો ગુમાવ્યો. આતંકવાદીઓને ગોળીઓની પરવાહ નહોતી કરી. આતંકવાદીઓ સામે પહાડની જેમ ઉભા રહી ગયા જેના કારણે આતંકવાદીઓ ભાગવામાં સફળ રહ્યા હતા. આતંકવાદીઓએ નજીરને નિશાન બનાવીને અંધાધુધ ફાયરિંગ ચાલુ કરી દીધું હતું. આતંકવાદીઓ સામે લડતા નજીર વાની શહીદ થઇ ગયા હતા.