Queen Elizabeth II Funeral: મહારાણી એલિઝાબેથ દ્વિતીયના અંતિમ સંસ્કારમાં સામેલ થવા લંડન જશે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ
Queen Elizabeth-II Funeral: મહારાણી એલિઝાબેથ દ્વિતીયના રાજકીય અંતિમ સંસ્કારમાં સામેલ થવા માટે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ લંડન જશે.
નવી દિલ્હીઃ Queen Elizabeth-II Funeral: મહારાણી એલિઝાબેથ દ્વિતીયના રાજકીય અંતિમ સંસ્કારમાં સામેલ થવા માટે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ યુનાઇટેડ કિંગડમ જશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ 17-19 સપ્ટેમ્બર 2022ના ભારત સરકાર તરફથી સંવેદના વ્યક્ત કરવા માટે લંડન, યુનાઇટેડ કિંગડમ જશે. મહારાણીના અંતિમ સંસ્કાર 19 સપ્ટેમ્બરે વેસ્ટમિંસ્ટર એબ્બેમાં 2000 વીઆઈપી મહેમાનોની હાજરીમાં થશે.
મહારાણી એલિઝાબેથ દ્વિતીયના રાજકીય અંતિમ સંસ્કારમાં મોટી સંખ્યામાં રાષ્ટ્રાધ્યક્ષોને સામેલ થવાની આશા છે. બ્રિટનમાં આ દિવસે રજા જાહેર કરવામાં આવી છે. અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડેન પણ મહારાણીના અંતિમ સંસ્કારમાં સામેલ થશે. આ સિવાય ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમૈનુઅલ મેક્રોન અને કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રૂડો પણ લંડન જશે.
પહેલા કરી હતી Queen Elizabeth ના મોતની ભવિષ્યવાણી, હવે જણાવી તેમના પુત્ર કિંગ્સ ચાર્લ્સના મૃત્યુની તારીખ
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube