President Election 2022: આજે દેશને નવા રાષ્ટ્રપતિ મળશે. તાજેતરમાં રાષ્ટ્રપતિ ચૂંટણી યોજાઈ જેનો આજે પરિણામનો દિવસ છે. NDA તરફથી રાષ્ટ્રપતિ પદ માટે દ્રૌપદી મુર્મૂને ઉમેદવાર બનાવવામાં આવ્યા જ્યારે વિપક્ષ તરફથી યશવંત સિન્હા મેદાનમાં છે. દ્રૌપદી મુર્મૂની જીત લગભગ નક્કી છે. રાષ્ટ્રપતિ ચૂંટણી માટે જે ઈલેક્ટોરલ કોલજ છે તેના સભ્યોના મતનું કુલ મૂલ્ય 10,98,882 છે જ્યારે જીત માટે ઉમેદવારે 5,49,442 મતની જરૂર પડશે. નવા ચૂંટાઈ આવેલા રાષ્ટ્રપતિ 25 જુલાઈએ રાષ્ટ્રપતિ પદના શપથ લેશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાષ્ટ્રપતિ દેશના પહેલા નાગરિક
આપણે હંમેશા સાંભળીએ છીએ કે રાષ્ટ્રપતિ દેશના પહેલા નાગરિક હોય છે. બાળપણથી આ વાત ભણાવવામાં આવે છે. પરંતુ શું ક્યારેય વિચાર્યું છે કે જો રાષ્ટ્રપતિ દેશના પહેલા નાગરિક હોય તો એ પ્રમાણે આપણો નંબર કયો આવે? અત્રે જણાવવાનું કે ભારતમાં પદ પ્રમાણે નંબર આપવામાં આવે છે. દેશના પહેલા નાગરિક રાષ્ટ્રપતિ હોય છે, બીજા ઉપરાષ્ટ્રપતિ અને ત્રીજા પ્રધાનમંત્રી હોય છે. જાણો તમારો નંબર  કયો....


ભારતના પહેલા નાગરિક- દેશના રાષ્ટ્રપતિ


ભારતના બીજા નાગરિક- દેશના ઉપરાષ્ટ્રપતિ


ત્રીજા નાગરિક- પ્રધાનમંત્રી


ચોથા નાગરિક- રાજ્યપાલ (સંબંધિત રાજ્યના તમામ રાજ્યપાલ)


પાંચમા નાગરિક- દેશના પૂર્વ રાષ્ટ્રપતિ


પાંચમા (A)- દેશના નાયબ પ્રધાનમંત્રી


છઠ્ઠા નાગરિક- ભારતના ચીફ જસ્ટિસ, લોકસભા અધ્યક્ષ


સાતમા નાગરિક- કેન્દ્રીય કેબિનેટ મંત્રી, તમામ રાજ્યોના મુખ્યમંત્રી, નીતિ આયોગના ઉપાધ્યક્ષ, પૂર્વ પ્રધાનમંત્રી, રાજ્યસભા અને લોકસભામાં વિપક્ષના નેતા


-સાતમા (A)- ભારત રત્ન પુરસ્કાર વિજેતા


આઠમા નાગરિક- ભારતમાં માન્યતા પ્રાપ્ત રાજદૂત, મુખ્યમંત્રી (સંબંધિત રાજ્યોના બહારના)  ગવર્નર્સ (પોતાના સંબંધિત રાજ્ય બહારના)


નવમાં નાગરિક- સુપ્રીમ કોર્ટના જજ


નવમાં નાગરિક (A)- યુપીએસસીના ચેર પર્સન, ચીફ ઈલેક્શન કમિશનર, ભારતના નિયંત્રણક અને મહાલેખા પરીક્ષક


દસમા નાગરિક- રાજ્યસભાના ડેપ્યુટી ચેરમેન, ડેપ્યુટી ચીફ મિનિસ્ટર્સ, લોકસભાના ડેપ્યુટી સ્પીકર્સ, નીતિ આયોગના સભ્ય, રાજ્યોના મંત્રી (સુરક્ષા સંલગ્ન મંત્રાલયોના અન્ય મંત્રી)


અગિયારમાં નાગરિક- એટોર્ની જર્નલ (એજી), કેબિનેટ સચિવ, ઉપરાજ્યપાલ (કેન્દ્રીય શાસિત પ્રદેશોના પણ સામેલ)


બારમા નાગરિક- પૂર્ણ જર્નલ અથવા સમકક્ષ રેંકવાળા કર્મચારીના ચીફ


તેરમા નાગરિક- રાજદૂત, અસાધારણ અને પૂર્ણ નિયોક્તા જે ભારતમાં માન્યતા પ્રાપ્ત છે.


ચૌદમા નાગરિક- રાજ્યોના ચેરમેન અને રાજ્ય વિધાનસભાના સ્પીકર (તમામ રાજ્ય સામેલ), હાઈકોર્ટના ચીફ જસ્ટિસ (તમામ રાજ્યોની પીઠના જજ સામેલ)


પંદરમા નાગરિક- રાજ્યોના કેબિનેટ મિનિસ્ટર્સ (તમામ રાજ્યોના સામેલ), કેન્દ્ર શાસિત પ્રદેશોના મુખ્યમંત્રી, દિલ્હીના મુખ્ય કાર્યકારી કાઉન્સિલર (તમામ કેન્દ્રશાસિત રાજ્ય), કેન્દ્રના ઉપમંત્રી


સોળમા નાગરિક- લેફ્ટેનન્ટ જનરલ કે સમકક્ષ રેંકનું પદ ધારણ કરનારા સ્ટાફના પ્રમુખ અધિકારી


સત્તરમાં નાગરિક- અલ્પસંખ્યક આયોગના અધ્યક્ષ, અનુસૂચિનત જાતિના રાષ્ટ્રીય આયોગના અધ્યક્ષ, અનુસૂચિન જનજાતિના રાષ્ટ્રીય આયોગના અધ્યક્ષ, હાઈકોર્ટના ચીફ જસ્ટિસ (તેમના સંબંધિત ન્યાયાલય બહાર), હાઈકોર્ટના પીયૂઝ ન્યાયાધીશ (તેમના સંબંધિત અધિકાર ક્ષેત્રમાં)


અઢારમા નાગરિક- રાજ્યો (તેમના સંબંધિત રાજ્યો બહાર)માં  કેબિનેટ મંત્રી, રાજ્ય વિધાન મંડળોના સભાપતિ અને અધ્યશ્ર (તેમના સંબંધિત રાજ્યો બહાર), એકાધિકાર અને પ્રતિબંધાત્મક વેપાર વ્યવહાર આયોગના અધ્યક્ષ, ઉપાધ્યક્ષ, અને રાજ્ય વિધાન મંડળોના ઉપાધ્યક્ષ (તેમના સંબંધિત રાજ્યોમાં), મંત્રી રાજ્ય સરકારો (રાજ્યોમાં તેમના સંબંધિત રાજ્યો), કેન્દ્રશાસિત પ્રદેશોના મંત્રી અને કાર્યકારી પરિષદ, દિલ્હી (તેમના સંબંધિત સંઘશાસિત પ્રદેશોની અંદર) સંઘ શાસિત પ્રદેશોમાં વિધાનસભાના અધ્યક્ષ, અને દિલ્હી મહાનગર પરિષદના અધ્યક્ષ, તેમના સંબંધિત કેન્દ્ર શાસિત પ્રદેશોમાં 


ઓગણીસમાં નાગરિક- સંઘ શાસિત પ્રદેશોના મુખ્ય આયુક્ત, તેમના સંબંધિત કેન્દ્ર શાસિત પ્રદેશોમાં રાજ્યોના ઉપમંત્રી (તેમના સંબંધિત રાજ્યોમાં), કેન્દ્રશાસિત પ્રદેશોમાં વિધાનસભાના ઉપાધ્યક્ષ અને મેટ્રોપોલિટન પરિષદ દિલ્હીના ઉપાધ્યક્ષ.


વીસમાં નાગરિક- રાજ્ય વિધાનસભાના ચેરમેન અને ડેપ્યુટી ચેરમેન (તેમના સંબંધિત રાજ્ય બહાર)


એકવીસમાં નાગરિક- સંસદ સભ્ય


બાવીસમા નાગરિક- રાજ્યોના ડેપ્યુટી મિનિસ્ટર્સ (તેમના સંબંધિત રાજ્યો બહાર)


ત્રેવીસમા નાગરિક- આર્મી કમાન્ડર, વાઈસ ચીફ ઓફ આર્મી સ્ટાફ અને તેમની જ રેંક બરાબરના અધિકારી, રાજ્ય સરકારોના મુખ્ય સચિવ (તેમના સંબંધિત રાજ્ય બહાર), Commissioner of Linguistic Minorities, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના કમિશનર, અલ્પસંખ્યક આયોગના સભ્ય, અનુસૂચિત જાતિઓ માટે રાષ્ટ્રીય આયોગના સભ્ય, અનુસૂચિત જનજાતિ માટે રાષ્ટ્રીય આયોગના સભ્ય. 


ચોવીસમા નાગરિક- ઉપ રાજ્યપાલ રેંકના અધિકારી કે તેમના જ સમકક્ષ અધિકારી


પચ્ચીસમાં નાગરિક- ભારત સરકારના અધિક સચિવ


છવ્વીસમાં નાગરિક- ભારત સરકારના સંયુક્ત સચિવ અને સમકક્ષ રેંકના અધિકારી, મેજર, જનરલ કે સમકક્ષ રેંકના અધિકારી


સત્યાવીસમાં નાગરિક- ભારતના સત્યાવીસમાં નાગરિક તમે હોઈ શકો? 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube