હ્યુસ્ટન : વડાપ્રધાન મોદી આજે હાઉડી મોદી કાર્યક્રમમાં રાત્રે 9 વાગ્યાથી હ્યુસ્ટનનાં NRG સ્ટેડિયમમાં પહોંચશે. આ કાર્યક્રમનું રજીસ્ટ્રેશન અગાઉથી જ ઓવર થઇ ચુક્યું છે. અહીં મોટા પ્રમાણમાં ગુજરાતીઓ અને ભારતીય લોકો એકત્ર થવાનાં છે. આ કાર્યક્રમમાં ભારતનાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પણ ભાગ લેવાનાં છે. 


Howdy LIVE: હ્યુસ્ટનમાં PM મોદીના મેગા શોનું કાઉન્ટડાઉન, સમગ્ર વિશ્વની રહેશે નજર
ટ્રમ્પ અહીં ભારતીય સમુદાયનાં લોકોનું 30 મિનિટ સુધી સંબોધન કરે તેવી શક્યતા છે. આ ઉપરાંત હાઉડી મોદી કાર્યક્રમમાં કેટલીક મહત્વની અને મોટી જાહેરાત થાય તેવી શક્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ કાર્યક્રમનો ક્રેઝ એટલો બધો છે કે એન્ટ્રી માટે લોકો એક કિલોમીટર જેટલી લાંબી લાઇન લગાવીને પોતાનો વારો આવે તેની રાહ જોઇ રહ્યા છે. 


નાના-નાના બાળકોએ બનાવી એવી બેંક, જ્યાં પૈસા નહી પણ કચરો જમા થાય છે
કલમ 370 સંવિધાનમાં એક કાળા ડાઘ સમાન, તેને હટાવવાનું સપનું સાકાર થયું: રાજનાથ
આ સમગ્ર કાર્યક્રમમાં 27 ગ્રુપ પર્ફોમ કરવાનાં છે. હાલ સ્ટેડિયમમાં લોકોને અંદર લેવાનુ કામ ચાલુ થઇ ચુક્યું છે. જ્યારે કાર્યક્રમની શરૂઆત સાંજે 07.30 વાગ્યાથી થશે. સાંસ્કૃતિક કાર્યક્રમો બાદ 9 વાગ્યે વડાપ્રધાન ભારતીયોનું સંબોધન કરશે. ત્યાર બાદ ટ્રમ્પ પણ સંબોધન કરશે. અત્રે ઉલ્લેખનીય છે કે આ સંબોધન હિન્દી, અંગ્રેજી અને સ્પેનિશ ભાષામાં પ્રસારિત થવાનો છે.