નવી દિલ્હી: 75 માં સ્વતંત્રતા દિવસની (Independence Day) પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ (Ramnath Kovind) દેશને સંબોધિત કરી રહ્યા છે. તે દરમિયાન તેમણે કહ્યું કે, આપણે આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવી રહ્યા છીએ. આ પરાધીનતાથી મુક્તીનો તહેવાર છે. આ 75 વર્ષમાં દેશ ઘણો આગળ આવ્યો છે. આજે દીકરીઓની સફળતામાં ભારતની એક ઝલક દેખાય છે. દીકરીઓએ ઓલિમ્પિકમાં શાનદાર પ્રદર્શન કરીને ભારતનું નામ રોશન કર્યું છે.


અમર સેનાનીઓને કર્યું નમન
રાષ્ટ્રપતિએ કહ્યું, 'અનેક પેઢીઓના જાણીતા અને અજાણ્યા સ્વતંત્રતા સેનાનીઓના સંઘર્ષથી આપણી આઝાદીનું સ્વપ્ન સાકાર થયું હતું. તે તમામના ત્યાગ તેમજ બલિદાનના અનોખા દાખલા રજૂ કર્યા. હું તે તમામ અમર સેનાનીઓની પવિત્ર સ્મૃતિઓને નમન કરું છું. તાજેતરમાં સમાપ્ત થયેલી ટોક્યો ઓલિમ્પિકમાં આપણા ખેલાડીઓએ તેમના શાનદાર પ્રદર્શનથી દેશનું ગૌરવ વધાર્યું છે. હું દરેક માતાપિતાને વિનંતી કરું છું કે, તેઓ આશાસ્પદ પુત્રીઓના પરિવારો પાસેથી શિક્ષા લે અને તેમની દીકરીઓને પણ આગળ વધવાની તક પૂરી પાડે.


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube