નવી દિલ્હી : જમ્મુ કાશ્મીર પુનર્ગઠન બિલ 2019 ને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે મંજુરી આપી દીધી છે. આ અગાઉ આ બિલ રાજ્યસભા અને લોકસભામાં પણ પાસ થઇ ચુક્યું છે. રાષ્ટ્રપતિની મંજુરી મળતાની સાથે જ હવે જમ્મુ કાશ્મીર બે હિસ્સામાં વહેંચાઇ ચુક્યું છે. એક હિસ્સો જમ્મુ અને કાશ્મીર જ્યારે બીજો હિસ્સો લદ્દાખ બની ચુક્યા છે. આ બંન્ને પ્રદેશ કેન્દ્ર શાસિત પ્રદેશ બની ચુક્યા છે. હાલમાંજ 17મી લોકસભાનાં પહેલા સત્ર દરમિયાન સંસદનાં બંન્ને સદનોમાં તેના સંબંધિત વિધેયક પસાર કરવામાં આવ્યા હતા. જેના હેઠળ જમ્મુ કાશ્મીર રાજ્ય બે હિસ્સાઓમાંવિભાજીત થશે. જમ્મુ કાશ્મીરને વિધાનસભાની સાથે કેન્દ્ર શાસિત પ્રદેશ જ્યારે લદ્દાખને વિધાનસભા વિનાનો કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવામાં આવ્યો છે.


પૂર્વ નાણામંત્રી અરૂણ જેટલી AIIMS માં દાખલ, PM મોદી-શાહ સહિત વરિષ્ઠ નેતાઓ હાજર
અનેક વિપક્ષી પાર્ટીઓનાં વિરોધ છતા પણ આ વિધેયકન મંગળવારે સાત કલાકની ચર્ચા બાદ સંસદમાં પસાર કરાવવામાં આવ્યું. તેનાં એક દિવસ પહેલા જ તેને રાજ્યસભામાં પસાર કરવામાં આવ્યું છે. નરેન્દ્ર મોદી સરકારે જમ્મુ કાશ્મીરની કલમ 370 સમાપ્ત કરીને ઐતિહાસિક પગલું ઉઠાવ્યું. સોમવારે રાજ્યસભામાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે તેની જાહેરાત કરી. કોંગ્રેસ ભલે સપાટી પર 370 હટાવવા અને જમ્મુ કાશ્મીર પુનર્ગઠન બિલનો ભારે વિરોધ કરી રહ્યું હોય, પરંતુ પાર્ટીનાં નેક નેતા મોદી સરકારનાં નિર્ણયનું સમર્થન કરી રહ્યા છે. આ પ્રકારે કોંગ્રેસમાં ફઉટ પડતી જોવા મળી રહી છે તો સરકાર મજબુત ઉભેલી જોવા મળી રહી છે. સાથે જ વિપક્ષ પણ આ મુદ્દે સંપુર્ણ વહેંચાયેલું દેખાઇ રહ્યું હતું. 


ભાજપે 3 રાજ્યોની વિધાનસભા ચૂંટણી મુદ્દે કસી કમર, નિયુક્ત કર્યા સેનાપતિ
J&K: જમ્મુમાંથી હટાવાઇ કલમ 144, કાલથી ખુલશે શાળા અને કોલેજો
ભારતનાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે એક સંવૈધાનિક આદેશમાં જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 ને અસરહીન કરવાનો આદેશ આપ્યો હતો. જમ્મુ કાશ્મીરમાં અનુચ્છેદ 370ના ખંડ એકને છોડીને તમામ પ્રાવધાનોને ખતમ કરી દેવામાં આવ્યા છે. આ સાથે જ ગૃહમંત્રીએ જમ્મુ કાશ્મીરને બે હિસ્સામાં વહેંચી દીધું છે, તેમાં જમ્મુ કાશ્મીર અને લદ્દાખને કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવી દેવામાં આવ્યા છે.