નવી દિલ્હીઃ દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ (President Ramnath Kovind) ની દિલ્હીની AIIMS હોસ્પિટલમાં સફળ બાયપાસ સર્જરી થઈ છે. તેની જાણકારી રક્ષામંત્રી રાજનાથ સિંહે ટ્વિટર પર આપી છે. તેમણે કહ્યું કે, હું સફળ ઓપરેશન માટે ડોક્ટરોની ટીમને શુભેચ્છા આપુ છું. રાષ્ટ્રપતિના સ્વાસ્થ્યના હાલચાલ જાણવા માટે એમ્સના ડાયરેક્ટર સાથે વાત કરી છે. આ સાથે રક્ષા મંત્રીએ કહ્યુ કે, હું તેમના જલદી સાજા થવાની કામના કરુ છું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મહત્વનું છે કે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને છાતીમાં દુખાવાની ફરિયાદ બાદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ તપાસમાં સામે આવ્યુ કે, તેમની બાયપાસ  સર્જરી કરાવવી પડશે. ડોક્ટરોની એક ટીમ તેમના સ્વાસ્થ્ય પર ધ્યાન રાખી રહી છે. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube