PM Modi security breach: રાષ્ટ્રપતિએ જતાવી ચિંતા, રાષ્ટ્રપતિ ભવનમાં પીએમ મોદી સાથે કરી મુલાકાત
પંજાબમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સુરક્ષામાં થયેલી ચૂક મામલે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પણ ચિંતા વ્યક્ત કરી. પીએમ મોદીએ આજે રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સાથે મુલાકાત કરી.
નવી દિલ્હી: પંજાબમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સુરક્ષામાં થયેલી ચૂક મામલે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પણ ચિંતા વ્યક્ત કરી. પીએમ મોદીએ આજે રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સાથે મુલાકાત કરી. આ અગાઉ ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ પણ પીએમ મોદી સાથે વાત કરી. વાત જાણે એમ છે કે પંજાબના હુસૈનીવાલામાં બુધવારે પીએમ નરેન્દ્ર મોદીની સુરક્ષામાં ચૂકનો મામલો સતત ગમરાઈ રહ્યો છે. જે સુપ્રીમ કોર્ટ સુધી પહોંચી ગયો છે.
રાષ્ટ્રપતિ સાથે કરી મુલાકાત
આ મુલાકાત અંગે રાષ્ટ્રપતિના ટ્વિટર હેન્ડલ પર જાણકારી આપવામાં આવી છે. કહેવાયું છે કે પીએમ મોદી આજે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને મળવા માટે પહોંચ્યા. પીએમએ તેમને પંજાબમાં ઘટેલી ઘટનાની સંપૂર્ણ જાણકારી આપી. ત્યારબાદ રાષ્ટ્રપતિએ પીએમની સુરક્ષામાં થયેલી ગંભીર ચૂક પર ચિંતા વ્યક્ત કરી.
શું જાણી જોઈને લીક કરાયો પીએમનો રૂટ?
5 જાન્યુઆરીએ ઘટેલી આ ઘટના પર અનેક સવાલ ઉઠી રહ્યા છે. ફ્લાયઓવર પર જ્યારે પીએમ મોદીનો કાફલો ફસાયો તો ત્યાં કેટલાક પ્રદર્શનકારીઓ હાજર હતા. એટલું જ નહીં કેટલાક પ્રદર્શનકારીઓ તો ચા પીતા પણ જોવા મળ્યા અને ત્યાં ઊભેલી પોલીસ તમાશો જોતી રહી. અનેક પોલીસવાળા તો પ્રદર્શનકારીઓ વચ્ચે પણ જોવા મળ્યા. ફ્લાયઓવર પર પીએમ મોદીનો કાફલો 20 મિનિટ સુધી ફસાયેલો રહ્યો. આવામાં સવાલ એ ઉઠે છે કે શું પીએમ મોદીનો રૂટ જાણી જોઈને લીક કરાયો?
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube