નવી દિલ્હી: તાજેતરમાં જ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પોતાના ઘરે કાનપુર પહોંચ્યા હતા. અહીં તેમણે એક કાર્યક્રમ દરમિયાન પોતાની સેલરીનો ઉલ્લેખ કરતાં કહ્યું કે મને 5 લાખ પગાર મળે છે જેમાંથી પોણા ત્રણ લાખ સુધી ટેક્સમાં જતા રહે છે. અમારા કરતાં એક ટીચરની વધુ બચત હોય છે. રાષ્ટ્રપતિના આ નિવેદન પર લોકોએ સોશિયલ મીડિયા પર પોતાના રિએકશન આપવાનું શરૂ કરી દીધું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

'ભારતીય કાયદાએ તો રાષ્ટ્રપતિને ટેક્સમાંથી મુક્તિ આપી છે'
રાષ્ટ્રપતિનું આ નિવેદન હતું કે લોકો ટ્વિટર પર પ્રશ્નો કરવા લાગ્યા, લોકોએ કહ્યું કે રાષ્ટ્રપતિ જી પણ ટેક્સ આપે છે શું? એક ટ્વિટર યૂઝરે તેના પર કોમેન્ટ કરતાં લખ્યું કે જ્યાં સુધી મેં વાંચ્યું છે કે રાષ્ટ્રપતિના પગાર તથા ભથ્થું ટેક્સ ફ્રી હોય છે? એક અન્ય યૂઝરે લખ્યું 'ભારતીય કાયદાએ તો મહામહિમ રાષ્ટ્રપતિ જીને ઇનકમ ટેક્સમાંથી આપી છે હવે રાષ્ટ્રપતિ જી પોણા ત્રણ લાખ રૂપિયા મહિના ટેક્સ કોને આપી રહ્યા છે, આ દેશને ખબર હોવી જોઇએ. 

Amul Milk Price Hike : આવતીકાલે સવારે તમારે દૂધની થેલીના ચૂકવવા પડશે આટલા રૂપિયા, થયો ભાવ વધારો


'બચત માટે રાષ્ટ્રપતિ બન્યા હતા શું?
કોઇએ રાષ્ટ્રપતિના આ નિવેદન પર લખ્યું- 'તો શું માનનીય રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ બચત માટે રાષ્ટ્રપતિ બન્યા હતા? એક મોટા લોકતાંત્રિક દેશ ભારતના રાષ્ટ્રપતિ માટે તેમને કેટલો પગાર અમેળ છે અને કેટલી તે બચત કરે છે શું તે મહત્વ ધરાવે છે? આમ તો એક રાષ્ટ્રપતિ પર વાર્ષિક કુલ ખર્ચ કેટલો થાય છે તે એક મોટી રકમ હોય છે. 

Bhavnagar: તૌકતે વાવાઝોડાના 42 દિવસ બાદ પણ અંધારપટ યથાવત, મોબાઇલ ચાર્જ કરવા જવું પડે છે દૂરના ગામો સુધી


રામનાથ કોવિંદે માથા પર લગાવી માતૃભૂમિની માટી
દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પથરી દેવી મંદિરમાં દર્શન કર્યા અને પછી ગ્રામજનોનો આભાર વ્યક્ત કર્યો હતો. ત્યારબાદ રાષ્ટ્રપતિએ પોતાની માતૃભૂમિને નમન કર્યા હતા અને તેની માટીને માથે ચઢાવી હતી. રાષ્ટ્રપતિ સાથે યૂપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ઉપરાંત રાજ્યપાલ આનંદીબેન પટેલ પણ હાજર રહ્યા હતા. રાષ્ટ્રપતિ હેલિપેડથી પોતાના ગામ પાસે ઉતર્યા હતા. અહીં ઉતરતાં જ તેમણે પોતાની માતૃભૂમિની માટીને માથે ચઢાવી હતી અને નમન કર્યા હતા. તમને જણાવી દઇએ કે રાષ્ટ્રપતિ બન્યા બાદ લગભગ ચાર વર્ષ પછી રામનાથ કોવિંદ રવિવારે પહેલીવાર પોતાના પૈતૃક ગામ પરૌંખ પહોંચ્યા હતા. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube