આ નેતા શપથની પહેલી લાઈન જ ભૂલી ગયા... જાણો રાષ્ટ્રપતિ કોવિંદે શું કહ્યું?
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે આજે કેન્દ્રીય મંત્રીમંડળમાં સામેલ થયેલા મંત્રીઓને શપથ લેવડાવતી વખતે ગડબડી થતા ટોક્યા. રાજ્યમંત્રી ફગ્ગન સિંહ કુલસ્તે શપથની પહેલી લાઈન જ બોલવાનું ભૂલી ગયાં. જેના પર રાષ્ટ્રપતિએ કહ્યું કે `મેં ભી બોલના હૈ`. તેમણે વી કે સિંહને પણ કહ્યું કે તેઓ `તબ કે સિવાય` બોલે. તેમણે જી.કૃષ્ણ રેડ્ડીને `વિધિ અનુસાર ન્યાય કરુંગા` કહેવામાં મદદ કરી. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે રાષ્ટ્રપતિ ભવનના પ્રાગણમાં એક ભવ્ય સમારોહમાં મોદી તથા તેમના મંત્રીમંડળના સભ્યોને પદ અને ગોપનીયતાના શપથ લેવડાવ્યાં.
નવી દિલ્હી: રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે આજે કેન્દ્રીય મંત્રીમંડળમાં સામેલ થયેલા મંત્રીઓને શપથ લેવડાવતી વખતે ગડબડી થતા ટોક્યા. રાજ્યમંત્રી ફગ્ગન સિંહ કુલસ્તે શપથની પહેલી લાઈન જ બોલવાનું ભૂલી ગયાં. જેના પર રાષ્ટ્રપતિએ કહ્યું કે 'મેં ભી બોલના હૈ'. તેમણે વી કે સિંહને પણ કહ્યું કે તેઓ 'તબ કે સિવાય' બોલે. તેમણે જી.કૃષ્ણ રેડ્ડીને 'વિધિ અનુસાર ન્યાય કરુંગા' કહેવામાં મદદ કરી. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે રાષ્ટ્રપતિ ભવનના પ્રાગણમાં એક ભવ્ય સમારોહમાં મોદી તથા તેમના મંત્રીમંડળના સભ્યોને પદ અને ગોપનીયતાના શપથ લેવડાવ્યાં.
સુષમા સ્વરાજ સહિત અનેક પૂર્વ મંત્રીઓને આ વખતે ન મળી PM મોદીના મંત્રીમંડળમાં જગ્યા
ફગ્ગન સિંહ કુલસ્તે, જી કૃષ્ણ રેડ્ડી, અને વી કે સિંહે રાજ્યકક્ષાના મંત્રીપદના શપથ લીધા. જી.કૃષ્ણ રેડ્ડી તેલંગણાના સિકંદરાબાદથી જીત્યા છે. તેઓ પહેલીવાર મંત્રી બન્યા છે.
બીજીવાર વડાપ્રધાન બન્યા મોદી, અમિત શાહ સહિત 24 કેબિનેટ મંત્રી, જાણો વિગતવાર
મોદી સરકારે લીધા શપથ, અમિત શાહ અને જયશંકર પણ બન્યા કેબિનેટ મંત્રી
લગભગ બે કલાક ચાલેલા શપથગ્રહણ સમારોહમાં એનડીએની જીતના સૂત્રધાર રહી ચૂકેલા ભાજપ અધ્યક્ષ અમિત શાહ અને પૂર્વ વિદેશ સચિવ એસ જયશંકર આકર્ષણનું કેન્દ્ર રહ્યાં. ખાસ કરીને જયશંકરને મંત્રીમંડળમાં સામેલ કરીને તથા કેબિનેટ મંત્રીનો દરજ્જો આપીને વડાપ્રધાન મોદીએ બધાને ચોંકાવી દીધા. જયશંકર ભારતીય વિદેશ સેવાના બીજા એવા અધિકારી છે જેમને મોદીએ મંત્રીમંડળમાં સ્થાન આપ્યું. સરકારમાં સામેલ કરાયેલા હરદીપ સિંહ પુરી પણ ભારતીય વિદેશ સેવાના વરિષ્ઠ અધિકારી રહ્યાં છે. મોદીએ શપથગ્રહણ બાદ ટ્વિટમાં કહ્યું કે 'ભારત કી સેવા કર ગૌરવાન્વિત.'
જુઓ LIVE TV