નવી દિલ્હી: રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે આજે કહ્યું કે ભારતીય અર્થવ્યવસ્થા ઝડપથી વૃદ્ધિ માટે તૈયાર છે. દેશનો જીડીપી 2025 સુધી બમણો થઇને 5,000 અરબ ડોલરના આંકડાને અડકી શકે તેવી સંભાવના છે. આઇસીએઆઇના પ્લેટિનમ જુબલી સમારોહને સંબોધિત કરી રહ્યા હતા. રામનાથ કોવિંદે કહ્યું કે ''આગામી દાયકામાં ભારતીય અર્થવ્યવસ્થા નવી ભડાન ભરવા માટે તૈયાર છે અને 2025 સુધી દેશના જીડીપીનો આકાર બમણો થઇને પાંચ હજાર અરબ ડોલર થવાની આશા છે.'' રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કહ્યું કે ભારત દુનિયાનું ત્રીજું સૌથી મોટો ગ્રાહક બજાર બનવાનું પ્રયત્ન કરી રહ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ચાર્ટડ એકાઉન્ટની ભૂમિકા મહત્વપૂર્ણ
રામનાથ કોવિંદે ચાર્ટડ એકાઉન્ટેંટોને જનહિતના પ્રહરી ગણાવ્યા. તેમણે કહ્યું કે દેશની ટેક્સ સિસ્ટમ અને કરદાતાઓને સુવિધા પુરી પાડવામાં ચાર્ટડ એકાઉંટેંટોની મહત્વપૂર્ણ ભૂમિકા છે. તેમણે નિષ્પક્ષ ટેક્સ સિસ્સ્ટમના અનુપાલન પર ભારત મુકતાં કહ્યું કે તેનો આશય સરકારને ટેક્સ આપવા કરતાં વધારે છે.

બુરાડીમાં 11ના મોતનો મામલો: મિત્રોએ કહ્યું, મેં તેમને રાત્રે ક્રિકેટ રમતા જોયા હતા 


કાળાનાણા વિરૂદ્ધ લડાઇ શરૂ
કોર્પોરેટ કેસમાં રાજ્ય મંત્રી પી.પી ચૌધરી પણ આ સમયે હાજર હતા. તેમણે કહ્યું કે સરકારની કાળાનાણા વિરૂદ્ધ લડાઇ ચાલુ રહેશે અને આ ક્રમમાં અત્યાર સુધી 2.25 લાખ સંદિગ્ધ કંપનીઓની ઓળખ કરવામાં આવી છે. ટેલિકોમ રાજ્ય મંત્રી મનોજ સિંહાએ પણ આ અવસરે પોતાની વાત રજૂ કરી. 


નાણામંત્રાલય પર પણ લગાવ્યું હતું અનુમાન
આ પહેલાં નાણામંત્રાલય પણ કહી ચૂક્યું છે કે 2025 સુધી ભારતીય અર્થવ્યવસ્થાનો આકાર બમણો થઇને 5,000 અરબ ડોલર એટલે કે 325,00,000 કરોડ રૂપિયા પર પહોંચી જશે. ભારતીય અર્થવ્યવસ્થા તે માર્ગે આગળ વધી રહી છે. જોકે મંત્રાલયે કહ્યું કે ભારતીય રિઝર્વ બેંક દ્વારા નક્કી ફૂગાવાના લક્ષ્યના ટાર્ગેટમાં કોઇ ખતરો નથી. આર્થિક મામલાના સચિવ સુભાષ ચંદ્વ ગર્ગે કહ્યું કે 'દેશ સાત આઠ ટકાના વૃદ્ધિ દરથી અગ્રેસર છે. સ્ટાર્ટ અપ, એમએસએમઇ તથા માળખાગત રોકાણ પર ધ્યાન આપતાં અર્થવ્યવસ્થાની ગતિ વધુ ઝડપી થઇ શકે છે.

અફઘાનિસ્તાનમાં આત્મઘાતી વિસ્ફોટમાં 19ના મોત, મૃતકોમાં શીખ અને હિંદુ પણ સામેલ 


વર્લ્ડ બેંક પણ કરી ચૂક્યું છે પ્રશંસા
વર્લ્ડ બેંકે પણ ભારતીય અર્થવ્યવસ્થાની પ્રશંસા કરતાં કહ્યું હતું કે મોદી સરકારે રિફોર્મ્સને લઇને સારું કામ કર્યું છે. ભારતીય અર્થવ્યવસ્થામાં જીએસટીના લીધે આવેલી સુસ્તી દૂર થઇ ચૂકી છે અને અહી ફરીથી દુનિયાની સૌથી ઝડપી અર્થવ્યવસ્થા બનવા તરફ આગળ વધી રહ્યું છે. આ વર્ષે તેનો વિકાસ દર 7.3 ટકા અને 2019માં 7.6 ટકા સુધી પહોંચી શકે છે. 2028 સુધી ભારત ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની શકે છે. 



(ઇનપુટ એજન્સીમાંથી)