નવી દિલ્હી: આજે દેશના પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીની પુણ્યતિથિ છે. આ અવસરે દેશ અટલજીને યાદ  કરી રહ્યો છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તથા ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ પૂર્વ પીએમની પુણ્યતિથિ પર તેમને ભાવભીની શ્રદ્ધાંજલિ આપી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ આજે દિલ્હીમાં અટલ સમાધિ સ્થળ પર જઈને પૂર્વ પીએમ અટલ બિહારી વાજપેયીની પુષ્ણતિથિ પર તેમને શ્રદ્ધાંજલિ આપી. આ અવસરે ગૃહમંત્રી અમિત શાહ, રક્ષામંત્રી રાજનાથ સિંહ  અને અન્ય ભાજપના નેતાઓ પણ હાજર રહ્યા હતા. 


Kabul Airport: કાબુલ એરપોર્ટ પર ફાયરિંગ બાદ ભાગદોડ, અમેરિકાએ પોતાના હાથમાં લીધી સુરક્ષા


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube