નવી દિલ્હીઃ રાષ્ટ્રપતિની ચૂંટણીમાં સોમવાર એટલે કે 18 જુલાઈ 2022ના મતદાન થવાનું છે. આ પહેલા વિપક્ષી ઉમેદવાર યશવંત સિન્હાએ બધા ધારાસભ્યો અને સાંસદોને બંધારણ અને તેના વિવેક અનુસાર મતદાન કરવાની અપીલ કરી છે. એક વીડિયો સંદેશમાં તેમણે ફરી કહ્યું કે આ વર્ષે રાષ્ટ્રપતિ ચૂંટણી બે વ્યક્તિઓ વચ્ચે નહીં પરંતુ બે વિચારધારા વચ્ચે ચૂંટણી છે. તેથી તમારા અંતરાત્માનો અવાજ સાંભળો અને મને મત આપો. તેમણે એક વીડિયો સંદેશ જારી કરી અપીલ કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તેમણે સાંસદોને કહ્યું કે બંધારણમાં તે જોગવાઈ છે કે મત ગુપ્ત હશે અને કોઈ પાર્ટી વ્હિપ હશે નહીં, જેનો અર્થ છે કે તે વ્યક્તિગત રૂપે નક્કી કરી શકે કે કોને મત આપવા ઈચ્છે છે. 


યશવંત સિન્હાની અપીલ- બંધારણની રક્ષા કરવી છે
યશવંત સિન્હાએ કહ્યુ, 'ભારતના રાષ્ટ્રપતિ પદની ચૂંટણી આ વખતે અસાધારણ પરિસ્થિતિઓમાં થઈ રહી છે. દેશ વિવિધ મોર્ચે ઘણી સમસ્યાઓનો સામનો કરી રહ્યો છે પરંતુ સૌથી મહત્વપૂર્ણ સમસ્યા જેનો આપણે સામનો કરી રહ્યાં છીએ, તે આપણા બંધારણની રક્ષા કરવાની સમસ્યા છે.' સિન્હાએ કહ્યુ કે આ દેશમાં કેટલાક લોકો દ્વારા બંધારણીય જોગવાઈઓ અને તેના મૂલ્યોનું ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે. ચૂંટાયેલી સરકારને પાડવામાં આવી રહી છે, આ બધુ બંધારણમાં ઉલ્લેખીત લોકતંત્રની ભાવનાની વિરુદ્ધ છે. 


Vice President Salary: ભારતના ઉપરાષ્ટ્રપતિને કેટલો મળે છે પગાર? કઈ સુવિધાઓના હોય છે હકદાર, જાણો


વિદેશ અને નાણામંત્રી જેવા મહત્વપૂર્ણ વિભાગો સંભાળનાર સિન્હાએ મુશ્કેલ પડકારનો સામનો કરવો પડી રહ્યો છે કારણ કે ચૂંટણીમાં તેના વિરોધી એનડીએ ઉમેદવાર દ્રોપદી મુર્મૂ લગભગ મોટા અંતરે જીત મેળવે તેવી સંભાવના છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube