નવી દિલ્હીઃ રાષ્ટ્રપતિ ચૂંટણીની જાહેરાતની સાથે તમામ રાજકીય પાર્ટીઓ સક્રિય થઈ ગઈ છે. હજુ સુધી સત્તામાં રહેલી એનડીએ પોતાના ઉમેદવારની જાહેરાત કરી નથી. પરંતુ રાષ્ટ્રપતિની ચૂંટણી પહેલા વિપક્ષી નેતા અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી પણ સક્રિય થઈ ગયા છે. નોંધનીય છે કે રાષ્ટ્રપતિ ચૂંટણી માટે 18 જુલાઈએ મતદાન અને 21 જુલાઈએ મત ગણતરી થવાની છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તૃણમૂલ કોંગ્રેસે કહ્યું છે કે રાષ્ટ્રપતિ ચૂંટણી નજીક છે, તેને લઈને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પહેલ કરી છે. તેમણે વિભાજનકારી તાકાતો વિરુદ્ધ મજબૂત અને પ્રભાવી વિપક્ષ માટે 15 જૂને કોન્સ્ટીટ્યૂશન ક્લબ દિલ્હીમાં એક સંયુક્ત બેઠકમાં ભાગ લેવા માટે વિપક્ષી મુખ્યમંત્રીઓ અને નેતાઓને પત્ર લખ્યો છે. તેમણે અરવિંદ કેજરીવાલ, કેરલના સીએમ પિનારાઈ વિજયન, નવીન પટનાયક, તેલંગણાના મુખ્યમંત્રી કે ચંદ્રશેખર રાવ, તમિલનાડુના એમકે સ્ટાલિન, ઉદ્ધવ ઠાકરે, ઝારખંડના સીએમ હેમંત સોરેન, પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન અને કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીને પત્ર લખ્યો છે. 


Rajya Sabha Election 2022: રાજ્યસભા ચૂંટણીમાં હાર બાદ કોર્ટનો દરવાજો ખખડાવશે અજય માકન


શું છે રાષ્ટ્રપતિ ચૂંટણીમાં મતોનું ગણિત
આજની તારીખે રાજ્યોમાં કુલ 4790 ધારાસભ્યો છે. તેના મતનું મૂલ્ય 5.4 લાખ (5,42,306) થાય છે. સાંસદોની સંખ્યા 767 છે, જેના મતનું કુલ મૂલ્ય પણ આશરે 5.4 લાખ (5,36,900) થાય છે. આ રીતે રાષ્ટ્રપતિ ચૂંટણી માટે કુલ મત લગભગ 10.8 લાખ  (10,79,206) છે. એક ધારાસભ્યના મતનું મૂલ્ય રાજ્યની વસ્તી અને ધારાસભ્યોની સંખ્યા હિસાબે નક્કી થાય છે. સાંસદોના મતનું મૂલ્ય ધારાસભ્યોના મતના કુલ મૂલ્યને લોકસભા અને રાજ્યસભાના સાંસદોની સંખ્યા વડે ભાગી નક્કી કરવામાં આવે છે. 


એનડીએ પાસે 5,26,420 મત છે. યૂપીએના ભાગમાં 2,59,892 મત છે. અન્ય (ટીએમસી, YSRCP, BJD, સપા અને લેફ્ટ) પાસે કુલ 2,92,894 મત છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube