Shiv Sena To Support Droupadi Murmu: શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ એનડીએની રાષ્ટ્રપતિ ઉમેદવાર દ્રૌપદી મુર્મૂનું સમર્થન આપવાની જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે કાલે સાંસદોની બેઠકમાં કોઇએ મારા પર દબાણ કર્યું નથી, આ વાત સ્પષ્ટ કરવા માંગુ છું. અમારા ઘણા આદિવાસી નેતાઓએ મને વિનંતી કરી છે કે પહેલી વાર આદિવાસી રાષ્ટ્રપતિ બની રહી છે. એટલા માટે શિવસેના તેમને સમર્થન આપવાની જાહેરાત કરે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મહારાષ્ટ્રના પૂર્વ સીએમએ કહ્યું 'શિવસેનાએ ક્યારેય આવા વિષ્ય પર રાજકારણ કર્યું નથી. આમ તો અમે વિરોધ કરવા માંગતા હતા પરંતુ આટલા નાના મનનો નથી. ઉદ્ધવ ઠાકરેની જાહેરાત પહેલાં મુખ્યમંત્રી એકનાથ શિંદેએ પણ કહ્યું કે અમે રાષ્ટ્રપતિ ચૂંટણી માટે દ્રૌપદી મુર્મૂનું સમર્થન કરીશું. અમારા તમામ ધારાસભ્ય પીએમ નરેન્દ્ર મોદીના માર્ગદર્શનમાં મતદાન કરશે.  


તમને જણાવી દઇએ કે શિવસેનામાં એકનાથ શિંદેએ મોટી બગાવત કરી હતી. ત્યારબાદ ઉદ્ધવ ઠાકરેને રાજીનામું આપવું પડ્યું અને પછી શિંદેએ ભાજપ સાથે હાથ મિલાવીને સરકાર બનાવી લીધી. આ મોટી રાજકીય ઉથલપાથલ પહેલાં સુધી શિવસેના વિપક્ષના ઉમેદવાર યશવંત સિન્હાના સમર્થનમાં માનવામાં આવતી હતી, પરંતુ બગાવતે તસવીર બદલી નાખી. 


સોમવારે જ્યારે ઉદ્ધવ ઠાકરે સાથે સાંસદો બેઠક કરી તો મોટાભાગના સાંસદોએ ભાજપના નેતૃત્વવાળી એનડીએની ઉમેદવારીને સમર્થન આપવાનો આગ્રહ કર્યો. તો બીજી તરફ શિવસેનામાંથી રાજ્યસભા સાંસદ સંજય રાઉતે યશવંત સિન્હાના નામની વકાલાત કરી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube