નવી દિલ્હીઃ દેશમાં બાળકોના ઠપ્પ પડેલા શિક્ષણથી ચિંતિત લોકો હંમેશા સવાલ પૂછે છે કે આખરે શાળા ક્યારે ખુલશે?  સવાલનો જવાબ આપતા આઈસીએમઆરના ડાયરેક્ટર ડનરલ ડો. બલરામ ભાર્ગવે મંગળવારે ગુડ ન્યૂઝ આપ્યા છે. તેમણે કહ્યું કે બાળકો કોરોના વિરુદ્ધ ખુબ મજબૂત છે અને તે વયસ્કોના મુકાબલે તેનો સામનો વધુ સારી રીતે કરી શકે છે. તેમણે કહ્યું કે, બાળકોનું એન્ટીબોડી એક્સપોઝર એટલું અને એવું છે જેવું વયસ્કોનું છે. તેમણે કહ્યું કે, સ્વીડન જેવા ઘમા સ્કૈડિનેવિયન દેશોએ તો કોરોનાની કોઈપણ લહેર દરમિયાન પ્રાઇમરી શાળા બંધ કરી નથી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તેમણે કહ્યું કે, કિશોરોના મુકાબલે નાના બાળકોમાં ઇમ્યુનિટી વધુ સારી હોય છે. બલરામ ભાર્ગવે કહ્યુ કે દેશમાં શાળાને જ્યારે પણ ખોલવાનો વિચાર કરવામાં આવે તો સૌથી સારૂ રહેશે કે પ્રાથમિક શાળાઓને પહેલા ખોલવામાં આવે. સેકેન્ડરી સ્કૂલોના મુકાબલે પ્રાઇમરી શાળાઓને પ્રાથમિકતા આપવામાં આવે. પરંતુ તેમણે કહ્યું કે, પ્રાથમિક શાળા ખોલતા પહેલા તે નક્કી કરવું પડશે કે શાળાના સ્ટાફનું વેક્સિનેશન થઈ જાય. ભાર્ગવે કહ્યુ કે, શાળાના બસના ડ્રાઇવર, શિક્ષકો સહિત બધા સ્ટાફને રસી લાગવી જોઈએ. ત્યારે શાળા ખોલવાની મંજૂરી મળવી જોઈએ.


આ પણ વાંચોઃ દેશમાં 68 ટકા જનસંખ્યા થઈ કોરોના સંક્રમિત, બાળકોમાં પણ મળી એન્ટીબોડીઃ સીરો સર્વે 


આ સાથે આઈસીએમઆરના ડાયરેક્ટર જનરલે કોરોનાના ખતરાને જોતા સામાજિક, રાજકીય અને ધાર્મિક કાર્યક્રમોમાં ભીડ ભેગી ન કરવાની સલાહ આપી છે. તેમણે કહ્યું કે દેશમાં હજુ સામાજિક, રાજકીય અને ધાર્મિક આયોજન ન કરવા જોઈએ. તો લોકોને ફરવા માટે પ્રોત્સાહિત ન કરવા જોઈએ. જરૂરી હોવા પર રસીકરણ બાદ યાત્રા કરવી જોઈએ. દેશમાં બધા હેલ્થ કેયર વર્કરોનું રસીકરણ થવું જરૂરી છે. આ સિવાય આપણે વૃદ્ધો, મહિલાઓ વગેરેના વેક્સિનેશનમાં તેજી લાવવી જોઈએ. 


કોરોના વિરુદ્ધ વેક્સિન છે ઉપયોગી
સીરો સર્વોમાં સામેલ 12,607 લોકો એવા હતા, જેણે વેક્સિન લીધી નથી. 5038 એવા હતા જેને એક ડોઝ લાગ્યો હતો અને 2631 ને બંને ડોઝ લાગ્યા હતા. સર્વેમાં સામે આવ્યું કે, વેક્સિનના બંને ડોઝ લેનારામાં 89.8 ટકા એન્ટીબોડી બની. તો એક ડોઝ લેનારામાં 81 ટકા એન્ટીબોડી બની છે. તેણે વેક્સિન નથી લીધી એવા 62.3 ટકા લોકોમાં એન્ટીબોડી મળી. તેવામાં એવું માની શકાય છે કે વેક્સિન લીધા બાદ એન્ટીબોડી બની રહી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube