શ્રીનગર: ભારતમાં અત્યાર સુધી કોરોના વાયરસની કુલ 34 ઇન્ફેક્ટેડ લોકો મળી આવ્યા છે. બીજી તરફ કાશ્મીરમાંથી પણ કોરોનાનો એક શંકાસ્પદ વ્યક્તિ મળી આવ્યો છે. ત્યાર બાદ બારામુલા બાંદીપોરા અને બડગામમાં તમામ પ્રાથમિક શાળાઓને બંધ કરી દેવામાં આવી છે. આ નિર્ણય કોરોના વાયરસને ફેલાતો અટકાવવા માટે જણાવાયું છે. આ અગાઉ દિલ્હીમાં અરવિંદ કેજરીવાલ સરકારે પણ તમામ પ્રાથમિક શાળાઓને 31 માર્ચ સુધી બંધ રાખવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. સ્પષ્ટ છે કે નાના બાળકોમાં વાયરલ ડિસીઝનો ખતરો વધારે રહે છે. આ સાથે જ ઇન્ફેક્શનથી બચવવા માટે તેમને જાગૃત કરવું એટલું સરળ ન હોત. એવામાં પ્રાથમિક સ્કુલને બંધ કરીને કોરોના વાયરસ માટે ખતરાને અટકાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રામલલાને 27 વર્ષ બાદ મળશે તાડપત્રીમાંથી મુક્તિ, ફાઇબર પ્રૂફ મંદિરમાં બીરાજમાન થશે
અત્રે ઉલ્લેખનીય છે કે, ભારત પણ કોરોના વાયરસની ઝપટે ચડી ચુક્યા છે. માત્ર શનિવારે કોરોનાનાં ત્રણ કિસ્સાઓ સામે આવી ચુક્યા છે. આ સાથે જ ભારતમાં કોરોના વાયરસ ઇન્ફેક્ટેડ રોગીઓની સંખ્યા વધીને 34 થઇ ચુકી છે. ત્રણ ઇન્ફેક્ટેડ રોગીોમાંથી એક તમિલનાડુનો રહેવાસી છે, જે ઓમાનથી પરત ફર્યો હતો. આ ઉપરાંત ઇરાનથી પરત ફરેલા લદ્દાખનાં બે લોકો કોરોનાથી ઇન્ફેક્ટેડ છે. એવામાં સતત દેશમાં કોરોનાના કિસ્સાઓ વધતા જ જઇ રહ્યા છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube