મનાલી: પીએમ નરેન્દ્ર મોદીએ મનાલીમાં અટલ ટનલનું ઉદઘાટન કર્યા બાદ કહ્યું કે આજનો દિવસ ખૂબ ઐતિહાસિક છે. આજે અટલજીના સપનાની સાથે હિમાચલવાસીઓનો દાયકાઓ જૂનો આતુરતાનો અંત આવ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તેમણે કહ્યું કે જ્યારે તે હિમાચલ આવતા હતા તો ધૂમલજી સાથે ચા પીતા હતા. તે દરમિયાન અટલજીએ આ ટનલનો સંકલ્પ લીધો હતો. આજે તેમનો સંકલ્પ પુરો થઇ ગયો છે. તેમણે કહ્યું કે મોટાભાગે લોકાર્પણની જગમગાટમાં તે લોકો પાછળ રહી જાય છે, જેમના પરિશ્રમથી આ કામ પુરૂ થયું છે. આ મહાયજ્ઞમાં પોતાનો પરસેવો પાડનાર તમામ મજૂરો એન્જીનિયરોને આદરપૂર્વક નમન કરે છે. 

પીએમ મોદીએ કહ્યું અટલ ટનલનું ઉદઘાટન, હવે બંધ નહી થાય મનાલીથી લેહનો માર્ગ


તેમણે કહ્યું કે આ ટનલથી લેહ લદ્દાખના ખેડૂતોને બાગબાની માટે દેશના બજારો સુધી પહોંચવામાં સરળતા રહેશે. તેનાથી તેમનું જોખમ પણ ઓછું થઇ જશે. તેમણે કહ્યું કે અટલ ટનલ ભારતની બોર્ડરના માળખાને નવી તાકાત આપનાર છે. 


તેમણે કહ્યું કે બોર્ડર સાથે જોડાયેલા પ્રોજેક્ટ લાંબા સમય સુધી ભટકાઇ ગયા, લટકી ગયા. અટલ ટનલ સાથે પણ કંઇક આવું થયું. અટલજીની સરકાર ગયા પછી આ સંકલ્પને ભૂલાવી દેવામાં આવ્યો. 


પીએમ મોદીએ કહ્યું કે જો આ ટનલ પર જૂની ગતિથી કામ ચાલતું તો આ ટનલ 2040માં પુરી થાત. એમ એક્સપર્ટ કહે છે. પરંતુ દેશના વિકાસમાં આ ટનલની મહત્તાને જોતાં તેના વિકાસની ગતિ પ્રોત્સાહન આપ્યું. દેશના વિકાસ માટે વિકાસની ગતિને વધારવી પડે છે. 


પ્રધાનમંત્રીએ કહ્યું કે અટલ ટનલને બનાવવા માટે દરરોજ 1400 મીટર અનુસાર ખોદકામ કરવામાં આવ્યું. તેમણે કહ્યું કે 2008માં આકલન કરવામાં આવ્યું કે ટનલ 980 કરોડ રૂપિયામાં તૈયાર કરવામાં આવશે. પરંતુ મોડું થવાના કારણે 3200 કરોડથી વધુ ખર્ચમાં તૈયાર થઇ છે. 

તેમણે કહ્યું કે અટલ ટનલની માફક બાકી રાષ્ટ્રીય પ્રોજેક્ટ સાથે પણ આમ કરવામાં આવ્યું. તેમાં દૌલત બેગ ઓલ્ડીને જોડનાર માર્ગ અને હવાઇપટ્ટી પણ સામેલ હતી. આ હવાઇપટ્ટી વાયુસેનાની ઇચ્છા શક્તિથી પુરી થઇ. તેમણે કહ્યું કે સેનાની જરૂરિયાતોને પુરી કરવી તેમની સરકારની પ્રાથમિકતાઓમાં સામેલ છે. 


પીએમ મોદીએ કહ્યું કે અમારી સરકારે વન રેન્ક વન પેન્શન લાગૂ કરી. દેશ હિત અને દેશની રક્ષા અમારા માટે સર્વોપરિ છે. દેશની રક્ષા જરૂરિયાતો સાથે કરાર કરવામાં આવ્યો. આધુનિક લડાકૂ વિમાનની જરૂરિયાતો પર રાજકારણ કરવામાં આવ્યું. વર્ષો સુધી સત્તામાં બેઠેલા લોકોના સ્વાર્થને અમે મજબૂત થતાં અટકાવ્યો છે.  


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube