નવી દિલ્હી: વડાપ્રધાન નરેંદ્ર મોદી આમ જનતાના દિલની નજીક પહોંચવાની કોઇ તક છોડતા નથી. સામાન્ય જનતા વચ્ચે ખૂબ લોકપ્રિય છે અને તેમની એક ઝલકના કરોડો દિવાના છે. એવામાં જો રવિવારનો દિવસ હોય. તમે સવારે ઉંઘીને ઉઠ્યા. તમારું સોશિયલ મીડિયા એકાઉંટ ચેક કરો અને અચાનક વડાપ્રધાનમંત્રીની ટ્વિટ જોવા મળી જાય, જે તેમણે તમારા માટે લખી છે, તો કેવું અનુભવશો. તમે કહેશો કે પછી તો રવિવાર યાદગાર બની જશે. આ માત્ર કલ્પના નથી. વડાપ્રધાન મોદીએ રવિવારે સવારે આમ દેશવાસીઓના ઘણા ટ્વિટને રી-ટ્વિટ કરતાં તેના પર કોમેંટ કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અનંત સુબ્રમણ્યમ નામના એક યૂજરે પીએમને ટ્વિટ કરીને પોતાની પુત્રીનો એક નિબંધ મોકલ્યો હતો. આ નિબંધ તેમની પુત્રીએ સ્કૂલ મેગેજીન માટે લખ્યો હતો અને તેનો વિષય હતો- સ્વચ્છ ભારત. તેના પર પીએમએ રિ-ટ્વિટ કરતાં લખ્યું 'તેને વાંચીને ખુશી થઇ. કૃપા કરીને તેને મારા તરફથી શુભેચ્છા પાઠવશો. મને આશ્વર્ય છે કે આપણા બાળકોમાં સ્વચ્છતાને લઇને આટલી વધુ જાગૃતતા અને ઉત્સાહ છે.'



અનુભવ ત્રિવેદી નામના એક યૂજરે સંસદમાં પીએમ મોદીના ભાષણ વિશે લખ્યું કે ભાષણ દરમિયાન તેમણે પોતાના દાદાની યાદ આવી ગઇ. જેમની સાથે બેસીને તે પીએમ મોદીનું ભાષણ સાંભળતા હતા. જેમનું 16 જુલાઇએ નિધન થઇ ગયું. અનુભવે મોદીજીને લખ્યું 'મારા દાદાજી હકિકતમાં તમને તમારા ભાષણોને ખૂબ પસંદ કરતા હતા. આ ટ્વિટ પર મોદીએ કમેંટ કરી. તમારા દાદાજી વિશે સાંભળીને દુખ થયું. દુખની આ ઘડીમાં મારી સંવેદનાઓ તમારી સાથે છે.'



શિલ્પી અગ્રવાલે સંસદમાં પીએમ મોદીના ભાષણ વિશે ટ્વિટ કર્યું. 'ફક્ત એક વાત મોદીજી, તમારે વધુ હસવું જોઇએ. બાકી બધુ મસ્ત છે. તેના પર પીએમ મોદીએ કહ્યું 'પોઇંટ લઇ લેવામાં આવ્યો છે' એટલે તે વાતનું ધ્યાન રાખશો.



ગણેશ શંકરે પીએમની શાહજહાંપુર રેલી વિશે લખ્યું કે 'હું મારા વડાપ્રધાનને સંસદમાં મેરાથોન ડિસ્કશનમાં જોયા, જે ગઇકાલે મોડે સુધી ચાલી. આજે વીકએન્ડ હોવાના કારણે ખૂબ મોડા બપોરે 12 વાગે ટીવી ચાલુ કર્યું તો તેમણે ઉત્તર પ્રદેશના શાહપુરમાં ખેડૂતોને સંબોધતા જોયા. ઉંમરના 60-70ના દાયકામાં પણ થાકતા નથી. Whav!!' તેના પર વડાપ્રધાને ટ્વિટ કર્યું, 'સવા સો કરોડ ભારતીયોના આર્શિવાદ મને શક્તિ આપે છે. મારો સમય રાષ્ટ્ર માટે છે.'



વડાપ્રધાન દ્વારા સોશિયલ મીડિયા પર સામાન્ય લોકો સાથે વાતચીત કરતાં જોઇ તેમના સમર્થકોએ ખુશી વ્યક્ત કરી અને વડાપ્રધાનની આ સરળતા પર ટ્વિટ કરીને તે તેમની પ્રશંસા કરી રહ્યા છે. વડાપ્રધાન ભલે સામાન્ય લોકોના ટ્વિટને ઘણીવાર રિટ્વિટ કરી ચૂક્યા છે અને તેના પર પોતાની કમેંટ પણ કરતા રહ્યા છે.