નવી દિલ્લી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દુનિયાના સૌથી લોકપ્રિય નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા છે. ત્યારે હવે સોશિયલ મીડિયામાં પણ પીએમ મોદી પ્રભાવશાળી નેતાઓની યાદીમાં અગ્રેસર છે. ટ્વિટર પર 50 સૌથી પ્રભાવશાળી વ્યક્તિની યાદીમાં પ્રધાનમંત્રી મોદી બીજા નંબરે છે. જ્યારે પહેલા નંબરે અમેરિકાની સિંગર ટેલર સ્વિફ્ટ છે. જે દર્શાવે છે કે ટ્વિટર પર પણ પીએમ મોદી સૌથી લોકપ્રિય નેતા છે. જ્યારે બીજા નેતાઓ દૂર-દૂર સુધી તેમની નજીક જોવા મળતાં નથી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ટ્વિટર પર 72.5 મિલિયન ફોલોઅર્સ. ઈન્સ્ટાગ્રામ પર 62.4 મિલિયન ફોલોઅર્સ. યુ-ટ્યુબ પર 9.38 મિલિયન સબસ્ક્રાઈબર્સ અને યુ-ટ્યુબ પર 1 અરબ 48 કરોડ 53 લાખ 1 હજાર 346 વ્યૂઅર્સ. આ આંકડા એ બતાવવા માટે પૂરતાં છે કે પ્રધાનમંત્રી મોદી દુનિયાના સૌથી લોકપ્રિય નેતા છે. દેશ હોય કે વિદેશપ્રધાનમંત્રી મોદીના લાખો ચાહકો છે.. આ પીએમ મોદીની ચાહના છે કે તે લોકોના દિલો પર રાજ કરી રહ્યા છે. રાજકારણ હોય કે સોશિયલ મીડિયા દરેક જગ્યાએ પીએમ મોદીનો ડંકો વાગી રહ્યો છે.


સાત વર્ષમાં બન્યા દુનિયાના લોકપ્રિય નેતા:
26 મે 2014 ના દિવસે ગુજરાતના પનોતા પુત્ર એવા નરેન્દ્ર મોદીએ દેશના પ્રધાનમંત્રી તરીકે પહેલીવાર શપથ લીધા. ત્યારે કોઈને એ વાતનો અંદાજ પણ નહીં હોય કે આ વ્યક્તિ આવનારા સમયમાં માત્ર દેશ જ નહીં પરંતુ દુનિયાના લોકોની ધડકન બની જશે. માત્ર સાત વર્ષના સમયગાળામાં પીએમ મોદીનો જાદુ એવો ચાલ્યો કે આજે આ નામ લોકોના દિલોદિમાગ પર રાજ કરી રહ્યું છે. અને લોકોના અઢળક પ્રેમના જ કારણે પીએમ મોદી સોશિયલ મીડિયા પર કિંગ સાબિત થયા છે. ટ્વિટર પર પીએમ મોદીના જલવો હજુ પણ બરકરાર છે.


સોશિયલ મીડિયામાં કોણ છે નંબર વન નેતા:
સોશિયલ મીડિયા પર કઈ રીતે પ્રધાનમંત્રી મોદી નંબર વન છે. તેના પર નજર કરીએ તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ટ્વિટર પર 72.5 મિલિયિન ફોલોઅર્સ છે. જ્યારે ઈન્સ્ટાગ્રામ પર 62.4 મિલિયન ફોલોઅર્સ છે. અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેનના ટ્વિટર પર 31.6 મિલિયન ફોલોઅર્સ છે. જ્યારે ઈન્સ્ટાગ્રામ પર 17.6 મિલિયન ફોલોઅર્સ છે. બ્રાઝિલના રાષ્ટ્રપતિ જેર બોલ્સોનારોના ટ્વિટર પર 7.1 મિલિયન ફોલોઅર્સ છે. જ્યારે ઈન્સ્ટાગ્રામ પર 19 મિલિયન ફોલોઅર્સ છે. ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમેન્યૂઅલ મેક્રોનના ટ્વિટર પર 7.3 મિલિયન ફોલોઅર્સ છે. જ્યારે  ઈન્સ્ટાગ્રામ પર 2.7 મિલિયન ફોલોઅર્સ છે. કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટીન ટ્રુડોના ટ્વિટર પર 5.7 મિલિયન ફોલોઅર્સ છે. જ્યારે ઈન્સ્ટાગ્રામ પર 4 મિલિયન ફોલોઅર્સ છે. બ્રિટનના પ્રધાનમંત્રી બોરિસ જોન્સનના ટ્વિટર પર 3.6 મિલિયન ફોલોઅર્સ છે. જ્યારે ઈન્સ્ટાગ્રામ પર 1.4 મિલિયન ફોલોઅર્સ છે.



દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ મૂન જે ઈનના ટ્વિટર પર 1.8 મિલિયન ફોલોઅર્સ છે. જ્યારે ઈન્સ્ટાગ્રામ પર 1.1 મિલિયન ફોલોઅર્સ છે. સ્પેનના પ્રધાનમંત્રી પેડ્રો સાંચેજના ટ્વિટર પર 1.6 મિલિયન ફોલોઅર્સ છે.  જ્યારે ઈન્સ્ટાગ્રામ પર 3 લાખ 1 હજાર ફોલોઅર્સ છે. ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી સ્કોટ મોરિસનના ટ્વિટર પર 6 લાખથી વધારે ફોલોઅર્સ છે. જ્યારે ઈન્સ્ટાગ્રામ પર 2 લાખ 82 હજાર ફોલોઅર્સ છે.


દુનિયાના આઠ દેશ કરતાં પણ આગળ છે પ્રધાનમંત્રી મોદી:
દુનિયાના આઠ શક્તિશાળી રાષ્ટ્રાધ્યક્ષોના ટ્વિટર ફોલોઅર્સનો સરવાળો કરીએ તો પણ 58 મિલિયનની આસપાસ થાય છે. જ્યારે પ્રધાનમંત્રી મોદીના ટ્વિટર પર 72.5 મિલિયન ફોલોઅર્સ છે. દુનિયાના આઠ શક્તિશાળી રાષ્ટ્રાધ્યક્ષોના ઈન્સ્ટાગ્રામ ફોલોઅર્સનો સરવાળો કરીએ તો પણ 45 મિલિયનની આસપાસ જ થાય છે. જ્યારે પીએમ મોદીના ઈન્સ્ટાગ્રામમાં 62.4 મિલિયન ફોલોઅર્સ છે. માત્ર દેશમાં જ નહીં પરંતુ દુનિયાના તમામ લોકો અને નેતાઓની વચ્ચે પ્રધાનમંત્રી મોદીએ આગવું સ્થાન હાંસલ કરી લીધું છે. માત્ર સોશિયલ મીડિયામાં જ નહીં પરંતુ વૈશ્વિક મંચ પર પણ ભારતના પ્રધાનમંત્રીને આગલી હરોળમાં સ્થાન આપવામાં આવી રહ્યું છે. જે તેમની વધતી લોકપ્રિયતાનો ગ્રાફ દર્શાવે છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube