ચાંપા : વડાપ્રધાન મોદી શનિવારે છત્તીસગઢ મુલાકાતે પહોંચ્યા. વડાપ્રધાન મોદીએ આ દરમિયાન 1697 કરોડ 79 લાખ રૂપિયાની બિલાસપુર- અનૂપપુર ત્રીજી રેલ્વે લાઇન યોજનાનો શિલાન્યાસ કર્યો. પીએમ મોદીએ જય જુહાર સાથે ભાષણ શરૂ કર્યું. છત્તીસગઢ સરકારની અટલ વિકાસ યાત્રા હેઠળ આયોજીત ખેડૂતોનાં સમ્મેલનને સંબોધિત કરતા વડાપ્રધાને કહ્યું કે, અટલજીએ વિકાસ મુદ્દે તેમની દુરદર્શીતાનાં કારણે જ આજે છત્તીસગઢ, ઝારખંડ અને ઉત્તરાખંડ વિકાસની રાહ પર અગ્રેસર છે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વડાપ્રધાન મોદીએ કહ્યું કે, દેશમાં પહેલા વિકાસનો એક રૂપિયો જનતાનાં વિકાસ માટે ખર્ચાઇ રહ્યો છે. હવે દેશમાં પુરા 100 પૈસાનો ખર્ચ થઇ રહ્યો છે. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, પહેલાની સરકારોનાં સમય માત્ર કેટલાક ખાસ લોકોને જ ઘર મળતું હતું. શું ગરીબોને ઘરના ઘરનું સપનું જોવાનો અધિકાર નથી. તેમમે કહ્યું કે, ભ્રષ્ટાચારે  સરકારી તંત્રને ખરાબ રીતે નષ્ટ કરી દીધું છે. તેમણે કહ્યું કે, અમારૂ વચન છે કે તમામનો વિકાસ કરવામાં આવે. વડાપ્રધાને કહ્યું કે, છત્તીસગઢની જતા એટલી સમજદાર છે કે તેમને ક્યારે પણ યોગ્ય નિર્ણય લેવામાં ભુલ નથી કરી. 

બપોરે સાડા ચાર વાગ્યે પહોંચ્યા છત્તીસગઢ
વડાપ્રધાને આ દરમિયાન ગર્જનબહલ કોલસા ખાણ અને જારસુગુડા- બારાપલી-સરદેગા રેલ સંપર્કનું ઉદ્ધાટન કર્યું.  વડાપ્રધાન મોદીએ રાષ્ટ્રીય રાજમાર્ગ યોજના અને પેંડ્રા અનૂપપુર ત્રીજી રેલ્વે લાઇનનો શિલાન્યાસ કર્યો. વડાપ્રધાન મોદીના ગત્ત સાડા ત્રણ વર્ષમાં આ છઠ્ઠી વખત છત્તીસગઢ મુલાકાત છે. વડાપ્રધાને જાંજગીરમાં 1607 કરોડની બિલાસપુર-પથરાપાલા ફોર લેન માર્ગ અને 1697 કરોડ 79 લાખ રૂપિયાની બિલાસપુર- અનુપપુર ત્રીજી  યોજના શિલાન્યાસ કર્યો. 

છત્તીસગઢ સરકારનાં તમામ મંત્રીઓ રહેશે હાજર
વડાપ્રધાન મોદીએ જાંજગીરના કાર્યક્રમમાં મુખ્યમંત્રી રમણસિંહ, કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ વિકાસ મંત્રી નિતિન ગડકરી, કેન્દ્રીય સ્ટીલ યંત્ર વિષ્ણુદેવ સાય, છત્તીસગઢ વિધાનસભા અધ્યક્ષ ગૌરીશંકર અગ્રવાલ સહિત છત્તીસગઢ સરકારનાં તમામ મંત્રીઓ હાજર રહેશે. તેમણે જણાવ્યું કે, મુખ્યમંત્રી રમણસિંહ મુલાકાત માટે મોદીનો આભાર વ્યક્ત કર્યો. અધિકારીઓએ જણાવ્યું કે, મોદી સાંજે 4.50 વાગ્યે જાંજગીર-ચાંપાથી રવાના થઇને સાંજે 5.40 રાયપુરનાં સ્વામી વિવેકાનંદ હવાઇ મથક પહોંચસે અને 5.45 વાગ્યે નવી દિલ્હી માટે રવાના થશે.