નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મંગળવારે બંગાળના શ્રીધામ ઠાકુરનગરમાં મતુઆ સમુદાયની પ્રખ્યાત હસ્તિ શ્રી શ્રી હરિચંદ ઠાકુરની 211મી જયંતિ પર આયોજીત 'મતુઆ ધર્મ મહા મેલા'ને સંબોધિત કર્યો હતો. આ દરમિયાન તેમણે બંગાળમાં થયેલી હિંસાનો ઉલ્લેખ કર્યો અને નામ લીધા વગર મમતા સરકાર પર નિશાન સાધ્યુ હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પીએમ મોદીએ કહ્યુ, 'રાજકીય ગતિવિધિઓમાં ભાગ લેવો આપણો લોકતાંત્રિક અધિકાર છે. પરંતુ રાજકીય વિરોધને કારણે જો કોઈને હિંસાથી ડરાવી-ધમકારી રોકવામાં આવે તો બીજાના અધિકારોનું હનન છે. તેથી આપણું કર્તવ્ય છે કે હિંસા, અરાજકતાની માનસિકતા સમાજમાં હોય તો તેનો વિરોધ કરવામાં આવે.'


હાલમાં બંગાળના બીરભૂમ જિલ્લાના બોગતુઈ ગામમાં બાળકો અને મહિલાઓ સહિત 9 લોકોને સળગાવી દેવામાં આવ્યા હતા. આરોપ છે કે ટીએમસીના એક પંચાયત પદાધિકારીની હત્યાનો બદલો લેવા માટે આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો. આ મામલાની તપાસ કોર્ટના આદેશ બાદ સીબીઆઈ કરી રહી છે. ભાજપનો આરોપ છે કે મમતા સરકાર અપરાધિઓને બચાવી રહી છે. તો ટીએમસીનું કહેવું છે કે રાજ્ય સરકારે આ ઘટનામાં કાર્યવાહી કરી છે. 


રાજ્યપાલ જગદીપ ધનખડે મમતા બેનર્જીને લખ્યો પત્ર, બીરભૂમ હિંસા પર ચર્ચા માટે બોલાવ્યા  


પીએમ મોદીએ કહ્યુ કે કર્તવ્યોની આ ભાવનાને આપણે રાષ્ટ્રના વિકાસનો પણ આધાર બનાવવો છે. આપણું બંધારણ આપણે ઘણા અધિકાર આપે છે. તે અદિકારોને આપણે ત્યારે સુરક્ષિત રાખી શકીએ છીએ, જ્યારે આપણે આપણા કર્તવ્યોને ઈમાનદારીથી નિભાવીશું. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube