દેશને સંભાળનારા PM મોદીની કોણ રાખે છે સંભાળ? જાણો પ્રધાનમંત્રી ક્યારે શું જમશે કોણ રાખે છે તેનું ધ્યાન
સૌ કોઈ જાણે છે કે પીએમ મોદી ગુજરાતી છે અને જમીનથી જોડાયેલા સાદુ જીવન જીવનારા વ્યક્તિ છે. તે ઈચ્છે તો પોતાના એક ઈશારે એ તમામ વાનગીઓ બનાવડાવી શકે છે જે ફાઈવ સ્ટાર હોટલમાં મોંઘી દાટ મળતી હોય છે. પરંતુ તેમ છતાં પીએમ મોદી આજે પણ એક સાદુ જીવન જીવે છે. પોતાની નિયમિત દિનચર્યા અને સંતુલિત આહારથી પીએમ મોદી ખુદને એકદમ ફિટ રાખે છે. તો ચાલો જાણીએ પીએમ મોદીના ખાનપાન વિશે...
હાર્દિક મોદી, અમદાવાદઃ 17 સપ્ટેમ્બર 1950, આ એ તારીખ છે જ્યારે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો જન્મ થયો હતો. આ વર્ષે પીએમ મોદીના 72 વર્ષ પૂણ થઈ રહ્યાં છે. તેવામાં પીએમ મોદીની કેટલીક રસપ્રદ વાતો વિશે લોકોને હંમેશાથી જાણવાની ઉત્સુક્તા હોય છે. આજે આપણે વાત કરીશું પીએમ મોદીના ખાનપાન વિશે. પ્રધાનમંત્રી મોદી શું નાસ્તો કરે છે અને શું જમે છે. સૌ કોઈ જાણે છે કે પીએમ મોદી ગુજરાતી છે અને જમીનથી જોડાયેલા સાદુ જીવન જીવનારા વ્યક્તિ છે. તે ઈચ્છે તો પોતાના એક ઈશારે એ તમામ વાનગીઓ બનાવડાવી શકે છે જે ફાઈવ સ્ટાર હોટલમાં મોંઘી દાટ મળતી હોય છે. પરંતુ તેમ છતાં પીએમ મોદી આજે પણ એક સાદુ જીવન જીવે છે. પોતાની નિયમિત દિનચર્યા અને સંતુલિત આહારથી પીએમ મોદી ખુદને એકદમ ફિટ રાખે છે. તો ચાલો જાણીએ પીએમ મોદીના ખાનપાન વિશે.
પીએમ મોદીનો કૂક-
આપને જણાવી દઈએ કે નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી તેમના ભોજનની જવાબદારી તેમના કૂક બદ્રી મીણાની છે. બદ્રી મીણા વર્ષોથી તેમની સાથે તેમના કેરટેકર તરીકે કામ કરે છે. પીએમ મોદી દેશની સંભાળ રાખે છે પણ તેમની સંભાળ બદ્રી મીણા રાખે છે. પ્રધાનમંત્રી મોદીને નાસ્તામાં કે ભોજનમાં શું આપવું એ બધુ ધ્યાન બદ્રીજી રાખે છે. પીએમ આજે શું ખાસે તેનું ધ્યાન બદ્રી મીણા જ રાખે છે. પીએમ મોદીના ભોજનનો સમય અને કેટલુ ભોજન કરશે તેનું કૂક તરફથી ખુબ ધ્યાન રાખવામાં આવે છે. પીએમ નરેન્દ્ર મોદી અઠવાડિયામાં ત્રણ દિવસ ખીચડી ખાય છે. આ સિવાય તેમના ડાયટમાં ઈડલી સાંભાર, ઢોકળા અને ઢોંસા પણ છે. સૌથી ખાસ વાત જેને ચૂકી ના શકાય, પીએમ મોદી સંપૂર્ણ શાકાહરી છે.
સવારનો નાસ્તો-
મીડિયા રિપોર્ટ્સ અનુસાર પીએમ મોદી વહેલી સવારે પાંચ વાગ્યે ઉઠી જાય છે. પીએમ મોદી સવારે યોગ કર્યાં પછી સાદો ગુજરાતી નાસ્તો પસંદ કરે છે. નાસ્તામાં પૌવાં તેમને ખુબ ભાવે છે. આ સિવાય ખીચડી કઢી, ઉપમા, ખાખરા સહિતનો ગુજરાતી નાસ્તો તેમને ભાવે છે. પીએમ મોદી સવારે નાસ્તામાં આદુ વાળી ચા અચૂક પીવે છે.
બપોરનું ભોજન-
બપોરે પીએમ મોદી બપોરે મસાલા વગરનું સાદુ અને સંતુલિત ભોજન પસંદ કરે છે. પીએમ મોદી બપોરેના જમવામાં ભાખરી, શાક, દાળ, ભાત અને દહીં લે છે. સંસદીય કાર્યવાહી દરમિયાન બપોરે કેન્ટિનમાં માત્ર ફ્રૂટ સલાડ ખાય છે.
રાત્રિ ભોજન-
પીએમ મોદી રાત્રે હળવું ભોજન જ પસંદ કરે છે. ગુજરાતી ખીચડી સિવાય ભાખરી, દાળ તેમજ મસાલા વગરના વ્યંજન ખાવાનું તે પસંદ કરે છે. એટલું જ નહીં નવરાત્રિના ઉપવાસ સમયે પીએમ મોદી માત્ર લીંબુ પાણી પીને નવ દિવસ ઉપવાસ રાખે છે.