નવી દિલ્હી: મહારાષ્ટ્રના રાજકારણમાં જબરદસ્ત ઉથલપાથલ જોવા મળી રહી છે. એક બાજુ સૂત્ર દ્વારા એવા સમાચાર આવી રહ્યાં છે કે રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીએ રાષ્ટ્રપતિ શાસનની ભલામણ કરી છે. ત્યારે આ બાજુ નવી દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બ્રાઝિલ જતા પહેલા કેબિનેટની ઈમરજન્સી બેઠક બોલાવી છે. કેબિનેટ બેઠકને મહારાષ્ટ્રમાં ચાલી રહેલા રાજકીય ઘટનાક્રમને ધ્યાનમાં રાખીને બોલાવી હોવાનું માનવામાં આવી રહ્યું છે. આ બાજુ એવા અહેવાલ છે કે જો મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરાયું તો શિવસેના સુપ્રીમ કોર્ટ જઈ શકે છે. ઉદ્ધવ ઠાકરેએ આ મુદ્દે કપિલ સિબ્બલ અને અહેમદ પટેલ સાથે વાત પણ કરી છે. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube