નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ હૈદરાબાદમાં ભાજપના કાર્યકરોને સંબોધન કર્યું. પોતાના સંબોધનમાં તેમણે ફરીથી પરિવારવાદ પર આકરા પ્રહારો કર્યા. તેમણે કહ્યું કે ભ્રષ્ટાચાર પરિવાર સમર્પિત રાજકીય પક્ષોનો ચહેરો કેવી રીતે બને છે તે આપણે જોયું છે. આ ઉપરાંત તેમણે કહ્યું કે દાયકાઓ સુધી ચાલેલા તેલંગણા આંદોલનમાં હજારો લોકોએ પોતાના બલિદાન આપ્યા છે. આ  બલિદાન તેલંગણાના ભવિષ્ય માટે હતું. આનબાન શાન માટે હતું. તેલંગણા આંદોલન એટલા માટે નહતું ચાલ્યું કારણ કે કોઈ એક પરિવાર તેલંગણાના વિકાસના સપનાને સતત કચડતા રહ્યા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પીએમ મોદીએ વધુમાં કહ્યું કે પરિવારવાદના કારણે દેશના યુવાઓને , દેશની પ્રતિભાઓને રાજકારણમાં આવવાની તક નથી મળતી. પરિવારવાદ તેમના સપનાને કચડે છે, તેમના માટે દરેક દરવાજા બંધ કરી દે છે. આથી આજે 21મી સદીના ભારત માટે પરિવારવાદથી મુક્તિ, પરિવારવાદી પાર્ટીઓથી મુક્તિ એક સંકલ્પ પણ છે. તેમણે કહ્યું કે તેલંગણાના લોકો જોઈ રહ્યા છે કે જ્યારે એક પરિવારને સમર્પિત પાર્ટીઓ જ્યારે સત્તામાં આવે છે તો કેવી રીતે તે પરિવારના સભ્ય ભ્રષ્ટાચારનો સૌથી મોટો ચહેરો બની જાય છે. તેલંગણાના લોકો જોઈ રહ્યા છે કે પરિવારવાદી પાર્ટીઓ ફક્ત પોતાનો વિકાસ કરે છે, પોતાના પરિવારના લોકોની તિજોરીઓ ભરે છે. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube