નવી દિલ્હી: કોરોના વાયરસ (Coronavirus)ના કારણે ઉદભવેલા સંકટ પર મોદી સરકાર આજે બુધવારે 11 વાગે વાગે ફરીથી એકવાર કેબિનેટ બેઠક કરવા જઇ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi)ની અધ્યક્ષતામાં વડાપ્રધાન આવાસ પર કેબિનેટની બેઠક થશે. માનવામાં આવી રહ્યું છે કે આ બેઠકમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવી શકે છે. આ અઠવાડિયામાં મોદી સરકારની બીજી કેબિનેટ બેઠક યોજાવવાની છે.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તમને જણાવી દઇએ કે મોદી સરકારએ પોતાના બીજા કાર્યકાળનું 1 વર્ષ પુરૂ કર્યું છે. ગત સોમવારે પણ કેબિનેટની મીટિંગ થઇ હતી. ગત બેઠકમાં ખેડૂતો અને MSME સેક્ટર માટે મોટો નિર્ણય લીધો હતો. સામાન્ય રીતે કેબિનેટની બેઠક બુધવારે જ થાય છે. 


અત્રે ઉલ્લેખનીય છે કે જ્યાં એક તરફ દેશમાં COVID-19ના કેસ સતત વધી રહ્યા છે, તો બીજી તરફ 1 જૂનથી સામાન્ય જનતાને ઘણા પ્રકારની રાહતો મળી છે. આ ઉપરાંત આજે બપોરે વાવાઝોડું નિસર્ગ ગુજરાત અને મહારાષ્ટ્રના તટો પર ટકરાશે. આ આજની બેઠકનો મુખ્ય મુદ્દો રહી શકે છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube