ભોપાલઃ મધ્યપ્રદેશના એકદિવસીય પ્રવાસ પર ગયેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજગઢમાં મોહનપુરા બાંધ પરિયોજનાનું લોકાર્પણ કર્યું. પીએમ મોદીએ બાંધનું ડિજિટલ લોકાર્પણ કર્યું. આ વર્ષના અંતમાં રાજ્યમાં ચૂંટણી છે, તેવામાં વડાપ્રધાનના આ પ્રવાસને મહત્વનો માનવામાં આવી રહ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વિશેષ વિમાનથી રાજધાની ભોપાલ ઉતર્યા બાદ પીએમ મોદી હેલીકોપ્ટરથી રાજગઢ પહોંચ્યા હતા, ત્યાં તેમણે બાંધ પરિયોજના રાષ્ટ્રને સમર્પિત કરી. આ પરિયોજનાથી રાજગઢના લોકોને પીવાનું પાણી મળવાની સાથે સિંચાઇની સુવિધા પણ મળશે. 


પરિયોજનાના ઉદ્ઘાટન બાદ પીએમ મોદીએ જનસભાને સંબોધિત કરતા કહ્યું કે, બાંધનું ઉદ્ઘાટન જનતાની મહેનત અને પરસેવાથી થયું છે. તેમણે કોંગ્રેસ પર હુમલો કરતા કહ્યું કે, જે લોકો જૂઠ અને ભ્રમ ફેલાવવામાં લાગ્યા છે, તે જમીની હકિકતથી અજાણ છે. પીએમે કહ્યું, આટલી મોટી સંખ્યામાં તમારૂ આવવું તે વાતનો પૂરાવો આપે છે કે, સરકાર પર, તેની નીતિઓ પર તમારો કેટલો વિશ્વાસ છે. જે લોકો દેશમાં ભ્રમ ફેલાવવામાં લાગ્યા છે, તે જમીની હકિકતથી કપાઇ ગયા છે, તમે તેની સાક્ષાત તસ્વીર છો. 


શ્યામા પ્રસાદ મુખર્જીને કર્યા યાદ
આજે દેશના મહાન સપૂત શ્યામા પ્રસાદ મુખર્જીની પુણ્યતિથિ છે. કાશ્મીરમાં તેમની હત્યા થઈ હતી. આજે આ અવસરે હું તેમને નમન કરુ છું અને આદરપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પણ કરુ છું. તેમણે કહ્યું, આ દેશનું દુર્ભાગ્ય છે કે એક પરિવારનું મહિમામંડન કરવા માટે દેશને તેના સપૂતો અને યોગદાનોને નાનુ કરી દેવામાં આવ્યું છે. 


તેમણે કહ્યું, આજે કેન્દ્ર હોઈ કે દેશનું કોઇપણ રાજ્યમાં ચાલનારી ભાજપ સરકાર, ડોક્ટર મુખર્જીના વિઝનની અલગ નથી. પછી તે સ્કિલ ઈન્ડિયા મિશન હોઈ કે સ્ટાર્ટ અપ યોજના કે મેક ઈન ઈન્ડિયા, તેમાં તમને મુખર્જીના વિચારોની ઝલક જોવા મળશે. 


3800 કરોડના ખર્ચથી બન્યો છે બાંધ
મોહનપુરા સ્થિત બાંધ આશરે 3800 કરોડના ખર્ચથી બનીને તૈયાર થયો છે. તેનું કામ ડિસેમ્બર 2014માં શરૂ થયું હતું. તેમાં 17 દરવાજા છે, તેનાથી આશરે 1.35 લાખ હેક્ટર જમીનની સિંચાઇ થશે. મધ્યપ્રદેશનો રાજગઢ વિસ્તાર દુષ્કાળથી પ્રભાવિત છે જ્યાં કિસાનોને સિંચાઇ માટે માત્ર વરસાદ પર નિર્ભર રહેવું પડતું હતું. 


રાજગઢ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી બપોરે આશરે 3.15 કલાકે ઈન્દોર પહોંચશે. અહીં શહેરી વિકાસ મહોત્સવના કાર્યક્રમમાં હાજરી આપશે. આ દરમિયાન પીએમ મોદી રાજ્યના વિભિન્ન વિસ્તારમાં આશરે 4000 કરોડ રૂપિયાની યોજનાઓનું ઉદ્ઘાટન કરશે.