નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પીએમ ગરીબ કલ્યાણ યોજના (PMGKAY) ના ગુજરાતના લાભાર્થીઓ સાથે વાતચીત કરી છે. વીડિયો કોન્ફરન્સ દ્વારા બપોરે 12.30 કલાકે આ સંબોધન શરૂ થયું હતું. પોતાના ઓનલાઇન સંબોધનમાં પીએમ મોદીએ કહ્યુ કે, દરેક સંભવ મદદ કરવી જ અમારો ઇરાદો છે. આ સ્કીમ વિશે જાગરૂકતા ફેલાવવા માટે રાજ્યમાં જન સહયોગ કાર્યક્રમની પણ શરૂઆત થઈ રહી છે. પીએમજીકેએવાઇ એક ખાદ્ય સુરક્ષા કલ્યાણ યોજના છે જેની પરિકલ્પના પ્રધાનમંત્રી મોદીએ કોરોના મહામારીના આર્થિક પ્રભાવને ઓછો કરવામાં સહાયતા પ્રદાન કરવા માટે કરી હતી. તે હેઠળ રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ હેઠળ આવનાર તમામ લાભાર્થીઓને પ્રતિ વ્યક્તિ 5 કિલોગ્રામ વધારાનું રાશન ઉપલબ્ધ કરાવવામાં આવે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રધાનમંત્રી મોદીએ કહ્યુ કે દેશમાં ખાદ્ય ભંડાર વધતા ગયા પરંતુ ભુખમરો અને કુપોષણમાં તે પ્રમાણે ઘટાડો થયો નહીં. તેનું મોટુ કારણ હતું- પ્રભાવી ડિલિવરી સિસ્ટમનું ન હોવું. આ સ્થિતિને બદલવા માટે વર્ષ 2014 બાદ નવેસરથી કામ શરૂ કરવામાં આવ્યું હતું. આઝાદી બાદથી આશરે દરેક સરકારે ગરીબોને સસ્તુ ભોજન આપવાની વાત કહી હતી. સસ્તા રાશનની યોજનાનું વર્તુળ અને બજેટ દર વર્ષે વધતું ગયું, પરંતુ તેનો જે પ્રભાવ હોવો જોઈએ તે સીમિત રહ્યો. 


Jammu-Kashmir ના કઠુઆમાં ક્રેશ થયું હેલિકોપ્ટર, રંજીત સાગર ડેમમાં પડ્યું


પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાના લાભાર્થીઓ સાથે વાત કરતા પીએમ મોદીએ કહ્યુ કે, સરકાર નાગરિકોને દરેક સંભવ મદદ પ્રદાન કરવાનો પ્રયાસ કરી રહ્યો છે. લાભાર્થીઓ સુધી યોજનાની પહોંચ રહી છે. હું સંતુષ્ટ છું કે તમારા પરિવારની રાશનની સમસ્યા હવે હલ થઈ ગઈ છે. 


પ્રધાનમંત્રી મોદીએ વીડિયો કોન્ફરન્સ દ્વારા આ કાર્યક્રમમાં સંબોધન કર્યુ હતું. કાર્યક્રમમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ ભાગ લીધો હતો. 


પીએમ ગરીહ કલ્યાણ અન્ન યોજના જે શરૂઆત કરવામાં આવી હતી, તે હાલ દીવાળી સુધી યથાવત રહેશે. આ નિર્ણય પીએમ મોદીની અધ્યક્ષતામાં 23 જૂન 2021ના યોજાયેલી બેઠકમાં લેવામાં આવ્યો હતો. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube