રાંચી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના એક દિવસના ઝારખંડ પ્રવાસે હાલ રાંચી પહોંચ્યા. અહીં તેમણે પહેલા તો વિધાનસભા  ભવનનું ઉદ્ધાટન કર્યું. ત્યારબાદ તેમણે વિધાનસભા ભવનની રેપ્લિકાનું પણ અવલોકન કર્યું. આ ઉપરાંત પીએમ મોદીએ રાંચીમાં ત્રણ રાષ્ટ્રીય અને બે રાજ્ય સ્તરની યોજનાઓનો શુભારંભ કર્યો. તેમણે સાહિબગંજ મલ્ટીમોડલ ટર્મિનલ (પોર્ટ)નું પણ ઉદ્ધાટન કર્યું. ત્યારબાદ પીએમ મોદીએ રાંચના પ્રભાત તારા મેદાનમાં સભાને સંબોધન કર્યું. રાંચીના બિરસા મુંડા એરપોર્ટ પર રાજ્યપાલ દ્રોપદી મુર્મૂ અને મુખ્યમંત્રી રઘુવર દાસે તેમનું સ્વાગત કર્યું હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વડાપ્રધાને કહ્યું કે 2 ઓક્ટોબરના રોજ ગાંધીજીની 150મી જયંતી છે. આ દિવસે આપણે પ્લાસ્ટિકના કચરાને હટાવવાનો છે. કાલથી જ દેશમાં સ્વચ્છતા જ સેવા અભિયાનની શરૂઆત થઈ ગઈ છે. આ અભિયાન હેઠળ 2 ઓક્ટોબર સુધીમાં આપણે આપણા ઘરોમાં, શાળાઓમાં, ઓફિસોમાં સિંગલ યૂઝ પ્લાસ્ટિકને ભેગું કરવાનું છે. 


પ્રભાત તારા મેદાનમાં સભાને સંબોધતા વડાપ્રધાને કહ્યું કે વડાપ્રધાન આવાસ યોજનાના માધ્યમથી 2 કરોડથી વધુ ઘરો ગરીબો માટે બનાવવામાં આવ્યાં. હવે 2 કરોડ વધુ ઘરો માટે કામ કરવામાં આવી રહ્યું છે. 


વડાપ્રધાને કહ્યું કે અમે આયુષ્યમાન ભારત યોજના હેઠળ વડાપ્રધાન જન  આરોગ્ય યોજના લઈને આવ્યાં. અહીં ઝારખંડથી તેની શરૂઆત કરી. જે હેઠળ અત્યાર સુધીમાં 44 લાખ ગરીબ દર્દીઓ સારવારનો લાભ લઈ ચૂક્યા છે. જેમાંથી લગભગ 3 લાખ ઝારખંડના છે. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...