નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે એટલે કે 15 સપ્ટેમ્બરથી દેશભરમાં સ્વચ્છતા અભિયાન પાર્ટ 2ની શરૂઆત કરી. તેઓએ શનિવારે સવારે 9.30 વાગે સ્વચ્છતા જ સેવા આંદોલનનો શુભારંભ કરાવ્યો. આ દરમિયાન તેમણે દેશને સંબોધન દરમિયાન દેશમાં સ્વચ્છતાના ક્ષેત્રમાં તમામ સરકારી પ્રયત્નોને ગણાવ્યાં. તેઓ સ્વચ્છતા અભિયાન માટે કામ કરનારા દેશના અલગ અલગ ભાગોમાં હાજર લોકો સાથે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા વાતચીત કરી. તેમણે આ જાહેરાત 12 સપ્ટેમ્બરના રોજ પોતાની એક ટ્વિટમાં કરી હતી. તેમણે આ આંદોલનને બે ઓક્ટોબર મહાત્મા ગાંધીની 150મી જયંતીના અવસર પર તેમને સાચી શ્રદ્ધાંજલિ ગણાવ્યું. આ અભિયાન 2 ઓક્ટોબર ગાંધી જયંતી સુધી ચલાવવામાં આવનાર છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અલગ અલગ ભાગમાંથી હસ્તીઓ સાથે પીએમ મોદીએ કરી વાતચીત



આઈટીબીપીના જવાનો સાથે  કરી વાત
પીએમ મોદીએ જમ્મુ અને કાશ્મીરમાં તહેનાત આઈટીબીપીના જવાનો સાથે વાત કરી. તેમણે કહ્યું કે સૌથી પહેલા ITBPના મારા તમામ બહાદુર સાથીઓને મારા નમન, તમારા વિશે જેટલું પણ કહેવાય તે ઓછુ છે. દેશને તમારી, સેનાના જવાનોની જ્યાં પણ જરૂર પડે છે ત્યાં તમે સૌથી પહેલા હાજર થઈ જાઓ છો. સરહદ પર દુશ્મનો સામે મોરચો માંડવાનો હોય, પૂરના સંકટમાં મદદની જરૂર પડ, દરેક વખતે તમે દેશને ઉપર રાખ્યો છે. હવે સ્વચ્છતા માટે તમારું આ યોગદાન પણ દેશને ગોરવાન્વિત કરી રહ્યું છે. 



પીએમ મોદીએ રતન તાતાનો માન્યો આભાર
અમિતાભ બચ્ચન બાદ પીએમ મોદીએ સ્વચ્છતા અભિયાન માટે રતન તાતાનો પણ આભાર માન્યો. પીએમ મોદીએ રતન તાતાને કહ્યું કે તમે સ્વચ્છતા માટે ખુબ પ્રયત્નો કર્યા છે. તમારું ગ્રુપ આ ક્ષેત્રમાં મહત્વનું યોગદાન આપી રહ્યું છે. રતન તાતાએ કહ્યું કે સ્વચ્છતાની આ મૂવમેન્ટથી રોગો સામે લડવામાં મદદ મળશે. પીએમ મોદીએ  કહ્યું કે તાતા ટ્રસ્ટે સ્વચ્છતા માટેના આ મિશન માટે 100 કરોડ રૂપિયાનું યોગદાન કર્યું. 



અમિતાભ બચ્ચને શેર કર્યાં વર્સોવા બીચના અનુભવ


પીએમ મોદી સ્વચ્છતા અભિયાન માટે કામ કરનારા દેશના અલગ અલગ હિસ્સોમાં હાજર લોકો સાથે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા વાતચીત કરી રહ્યાં છે. આ દરમિયાન અમિતાભ બચ્ચન સાથે પણ વાત કરી. અમિતાભ બચ્ચને મુંબઈના વર્સોવા બીચ પર કરવામાં આવેલા સફાઈ અભિયાનના અનુભવ શેર કર્યાં.  અમિતાભ બચ્ચને કહ્યું કે મુંબઈના વર્સોવા બીચ પર ખુબ ગંદકી હતી, તેને અમે બધાએ મળીને ચોખ્ખો કર્યો. તેમણે કહ્યું કે વર્સોવાના બીચની સફાઈ માટે મશીનો અને કચરો ઉઠાવનારા વાહનની વ્યવસ્થા કરાવવામાં આવી. પીએમ મોદીએ અમિતાભ બચ્ચનને સ્વચ્છતા માટે લોકોને જાગરૂક કરવા બદલ આભાર વ્યક્ત કર્યો. 


 



પીએમ મોદીના સંબોધનના મુખ્ય અંશ...


સંબોધન દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે ચાર વર્ષ પહેલા શરૂ થયેલું સ્વચ્છતા આંદોલન હવે એક મહત્વપૂર્ણ પડાવ પર આવી પહોંચ્યું છે. આપણે ગર્વ સાથે કહી શકીએ કે રાષ્ટ્રના દરેક વર્ગ, દરેક સંપ્રદાય, દરેક ઉંમરના મારા સાથી, આ અભિયાન સાથે જોડાયા છે. ગામ, ગલી, નુક્કડ શહેર દરેક કોી આ અભિયાનથી બહાર રહ્યાં નથી. 


તેમણે કહ્યું કે શું કોઈએ કલ્પના કરી હતી કે 4 વર્ષોમાં 450થી વધુ જિલ્લા ખુલ્લામાં શૌચ મુક્ત થઈ જશે? શું કોઈએ કલ્પના કરી હતી કે 4 વર્ષોમાં 20 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશ ખુલ્લામાં શૌચ મુક્ત બનશે? આ ભારત અને ભારતવાસીઓની તાકાત છે. 


તેમણે કહ્યું કે ફક્ત શૌચાલય બનાવવાથી જ ભારત સ્વચ્છ બની જશે, એવું નથી. ટોઈલેટની સુવિધા આપવી, ડસ્ટબીનની સુવિધા આપવી, કચરાના નિકાલ માટેની વ્યવસ્થા કરવી, આ બધા એક માધ્યમ છે. સ્વચ્છતા એક આદત છે, જેને નિત્ય અનુભવમાં સામેલ કરવી પડે છે. તે સ્વભાવમાં પરિવર્તન યજ્ઞ છે જેમાં દેશના દરેક વ્યક્તિ, તમે તમારી રીતે યોગદાન આપી રહ્યાં છો. 
 


લોકોને આ અભિયાન સાથે જોડાવવાની અપીલ કરી
વડાપ્રદાને પોતાના વીડિયો સંદેશમાં તમામ દેશવાસીઓને 'સ્વચ્છતા જ સેવા' આંદોલનનો ભાગ બનવા અને 'સ્વચ્છ ભારત' બનાવવાના પ્રયત્નોને મજબુત કરવાનો આગ્રહ કર્યો. 


પીએમ મોદીએ પોતાની ટ્વિટમાં કહ્યું કે '15 સપ્ટેમ્બરના રોજ સવારે 9.30 વાગે આપણે બધા એક સાથે આવીશું અને સ્વચ્છતા જ સેવા આંદોલનની શરૂઆત કરીશું'. તેમણે કહ્યું કે 'હું તે લોકો સાથે વાતચીત કરવા માંગુ છું જેમણે સ્વચ્છ ભારત મિશનને મજબુત કરવા માટે જમીન પર દ્રઢતાથી કામ કર્યું છે.'


સ્વચ્છ ભારત માટે કામ કરનારા લોકોને સલામ
પીએમ મોદીનું કહેવું છે કે ચાર વર્ષ પહેલા જ 2 ઓક્ટોબરના રોજ ગાંધીજીની જયંતીના અવસરે સ્વચ્છ ભારત અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી. 



તેમણે કહ્યું કે સ્વચ્છ ભારત મિશને સ્વચ્છ ભારતના બાપુના સપનાને પૂરો કરવાના હેતુથી એક ઐતિહાસિક જન આંદોલનના ચાર વર્ષ પૂરા કર્યા છે. હું તે તમામ લોકોને સલામ કરું છું જેમણે સ્વચ્છ ભારત માટે કામ કર્યું. સવા સો કરોડ દેશવાસીઓએ મળીને પૂજ્ય બાપુના સપનાને પૂરું કરવા માટે એક જન આંદોલનનો પ્રારંભ કર્યો. 


વડાપ્રધાને કહ્યું કે બાપુના જ આશીર્વાદ છે કે ગત 4 વર્ષમાં તમામ ભારતવાસીઓ સ્વચ્છ ક્રાંતિના દૂત બની ચૂક્યા છે. દેશના દરેક ખૂણામાં દરેક વર્ગના લોકોએ સ્વચ્છ ભારતના તેમના સપનાને પૂરું કરવા માટે જે પણ કરી શકતા હતાં તે કર્યું. 


90 ટકા ભારતીયોને મળ્યાં શૌચાલય-પીએમ
તેમણે બધાની ભાગીદારીની પણ પ્રશંસા કરી અને કહ્યું કે દેશભરમાં 8.5 કરોડ શૌચાલય બનીને તૈયાર થયા છે. પીએમ મોદીએ ભારપૂર્વક કહ્યું હતું કે આજે 90 ટકા ભારતીયોને શૌચાલય ઉપલબ્ધ છે. આ અગાઉ ફકત 40 ટકા લોકો પાસે શૌચાલય હતાં.