વારાણસી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોતાના વારાણસી પ્રવાસના બીજા દિવસે આજે બનારસ રેલ એન્જિન કારખાના (BLW) માં ભાજપ સરકારવાળા રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે બેઠક કરી રહ્યા છે. ચાર કલાક સુધી BLW ના પ્રશાસનિક ભવનના કીર્તિ કક્ષમાં આ બેઠક ચાલશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પીએમ મોદીએ મુખ્યમંત્રીઓને કહ્યું કે કાશીના વિકાસ મોડલને જુઓ અને તેને તમારા ત્યાં અપનાવો. તમારા રાજ્યોમાં પણ તેનો પ્રચાર પ્રસાર કરો. કાશી અને અયોધ્યાના ધાર્મિક પર્યટનને પ્રોત્સાહન આપવા માટે આગળ આવો. જૂના શહેરોના મૂળ સ્વરૂપને યથાવત રાખતા લોકોની સુવિધાઓ માટે શું થઈ શકે તેના પર ફોકસ કરો. 


BLW (Banaras Locomotive Works) માં ઉત્તર પ્રદેશ, અસમ, અરુણચાલ પ્રદેશ, ગોવા, ગુજરાત, હરિયાણા, હિમાચલ પ્રદેશ, કર્ણાટક, મધ્ય પ્રદેશ, મણિપુર, ત્રિપુરા અને ઉત્તરાખંડના મુખ્યમંત્રીઓ સાથે જ બિહાર અને નાગાલેન્ડના ડેપ્યુટી સીએમ પણ સામેલ છે. વારાણસીમાં મોદીની આ બેઠકનો એજન્ડા જાહેર કરાયો નથી. પરંતુ કહેવાય છે કે પાંચ રાજ્યોમાં આગામી વર્ષે થનારી વિધાનસભા ચૂંટણી અંગે પાર્ટીની રણનીતિ પર વાત થઈ શકે છે. આ સાથે જ ભાજપ સરકારવાળા રાજ્યોમાં ડેવલપમેન્ટ પ્રોજેક્ટ્સના પ્રોગ્રેસ ઉપર પણ ચર્ચા થઈ રહી છે. 


ચારધામ પ્રોજેક્ટમાં રસ્તા પહોળા કરવા મામલે સુપ્રીમની લીલી ઝંડી, રાષ્ટ્રીય સુરક્ષાને મહત્વની ગણાવી


બપોરે જનસભા પણ સંબોધશે પીએમ મોદી
બેઠક બાદ પ્રધાનમંત્રી મોદી અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ચૌબેપુર વિસ્તારના ઉમરહા સ્થિત સ્વર્વેદ મહામંદિર ધામમાં વિહંગમ યોગના 98માં વાર્ષિકોત્સવમાં સામેલ થશે. આ દરમિયાન પીએમ મોદી ત્યાં એક જનસભા પણ સંબોધશે. આ સાથે જ તેમનો બે દિવસનો વારાણસી પ્રવાસ પૂરો થશે અને તેઓ દિલ્હી પાછા ફરશે. 


મધરાતે કાશી નીહાળવા નીકળ્યા PM મોદી, ગોદૌલિયા પર થોડીવાર ટહેલ્યા બાદ વિશ્વનાથ મંદિર અને બનારસ રેલવે સ્ટેશન પહોંચ્યા


પીએમ સાંજે દિલ્હી જવા રવાના થશે
ઉમરહાંના સ્વર્વેદ મહામંદિર ધામના કાર્યક્રમમાં સામેલ થયા બાદ પીએમ મોદી 5.15 વાગે બાબતપુર એરપોર્ટથી નવી દિલ્હી  રવાના થશે. સ્વર્વેદ મહામંદિર ધામમાં પ્રધાનમંત્રીના આગમન અંગે સંત પ્રવર વિજ્ઞાન દેવ મહારાજે કહ્યું કે યોગ અને આધ્યાત્મ આપણા જીવનની જરૂરિયાત છે. તેનાથી આપણી ઓળખ અનાદી કાળથી સમગ્ર દુનિયામાં છે. ધામમાં પીએમ મોદીનું આગમન દેશભરથી આવેલા લોકોને સકારાત્મક રીતે પ્રેરિત કરશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube