નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલનાં દિવસોમાં પોતાની પાર્ટીના સાંસદોથી અલગ-અલગ મુલાકાત કરી રહ્યા છે. બુધવારે તેમણે 44 એસસી/એસટી સાંસદો સાથે મુલાકાત કરી. આ દરમિયાન તેમણે પોતાનાં સાંસદોને ફિટ રહેવા જણાવ્યું હતું. સાથે જ તેમણે કહ્યું કે, ચાલીસની ઉપરનાં સાંસદ સતત પોતાની હેલ્થ ચેકઅપ કરાવતા રહે. તેમણે સાંસદોની સેહત અંગે પોતાની ચિંતાઓ વ્યક્ત કરી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એન્જિનિયર સાથે દુર્વ્યવહાર મુદ્દે કોંગ્રેસી MLA નિતેશ રાણેની ધરપરપકડ
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, રાષ્ટ્ર સેવા માટે સ્વસ્થય શરીર સૌથી વધારે જરૂરી છે. ખરાબ સ્વાસ્તના કારણે જ અમારા અનેક સાથીઓ અસમય ચોડી ચુક્યા છે. આ અગાઉ વડાપ્રધાન મોદીએ ભાજપનાં અનુસૂચિત જાતીના સાંસદો સાથે બેઠકમાં તેમનો પરિચય જાણ્યો હતો. તેમણે સાંસદોને કહ્યું કે, તેઓ પોતાનાં વિસ્તારનો પરિચય આપે. અત્રે ઉલ્લેખનીય છે કે, 46 એસસી સાંસદ ચૂંટાયા છે. વડાપ્રધાન મોદીએ પુછ્યું કે, તેમણે પોતાનાં ક્ષેત્રોમાં શું સામાજિક કાર્ય કરાવ્યા છે, તેની માહિતી પણ વડાપ્રધાન મોદીએ પોતાના વિસ્તારથી લીધી. વડાપ્રધાન મોદીએ સાંસદોને પુછ્યું કે, સંસદીય વિસ્તારમાં સામાજિક ઓળખ કેવી છે ? 


સંરક્ષણ સોદાની દલાલી મુદ્દે ગૌતમ ખેતાનની 15.32 કરોડની સંપત્તી જપ્ત
બિહાર: મહાગઠબંધનમાં તિરાડ બાદ કોંગ્રેસ-RJD સામસામે, તેજસ્વીનું રાજીનામુ મંગાયુ
 આ વખતે ભાજપનાં એસસી સાંસદોમાં ડોક્ટર્સની સંખ્યા ઘણી વધારે છે. બુધવારે વડાપ્રધાન મોદી ઓબીસી સાંસદને મળ્યા હતા. હવે તેઓ મહિલા, યુવા અને નવા સાંસદ સાથે મુલાકાત કરશે. અત્રે ઉલ્લેખનીય છે કે, લોકસભા ચૂંટણીમાં ઘણા યુવા અને નવા સાંસદો ચૂંટાઇને આવ્યા છે.