નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસના પ્રવાસે દક્ષિણ કોરિયા પહોંચ્યા છે. દક્ષિણ કોરિયામાં હોટલમાં તેમનું સ્વાગત ભારતીય સમુદાયે કર્યું. આ દરમિયાન વંદે માતરમ અને ભારત માતાની જયના નારા પણ લાગ્યાં. આ સાથે જ હોટલમાં હર હર મહાદેવનો જયઘોષ પણ ગૂંજ્યો. બુધવારે મોડી રીતે રવાના થતા અગાઉ વડાપ્રધાને દક્ષિણ કોરિયાને મૂલ્યવાન મિત્ર અને મેક ઈન ઈન્ડિયા, સ્વચ્છ ભારત, સ્ટાર્ટ અપ ઈન્ડિયા જેવા કાર્યક્રમોમાં ખાસ વ્યૂહાત્મક ભાગીદાર ગણાવ્યાં હતાં. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવિશકુમારે કહ્યું કે આ પ્રવાસથી દક્ષિણ કોરિયાની સાથે ભારતની  ખાસ કરીને વ્યૂહાત્મક ભાગીદારી મજબુત થશે અને લુક ઈસ્ટ નીતિમાં નવા અધ્યાય જોડાશે. 


કુમારે ટ્વિટ કરીને કહ્યું કે ઉચ્ચસ્તરીય આદાન પ્રદાનની ગતિને યથાવત રાખતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી રિપબ્લિક ઓફ કોરિયાના બે દિવસના અધિકૃત પ્રવાસે સિયોલ જવા રવાના. રવાના થતા પહેલા વડાપ્રધાન મોદીએ ટ્વિટ કરીને કહ્યું હતું કે હું બુધવારે સાંજે દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ મૂન જે ઈનના નિમંત્રણ પર દક્ષિણ કોરિયા માટે રવાના થઈશ. અમે દક્ષિણ કોરિયાને એક મૂલ્યવાન મિત્ર ગણીએ છીએ. જેની સાથે અમારી ખાસ વ્યૂહાત્મક ભાગીદારી છે. આ પ્રવાસથી દ્વિપક્ષીય સહયોગને પ્રોત્સાહન મળશે. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...