નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાંચ દિવસની યાત્રા બાદ શનિવારે સાંજે ભારત પરત ફર્યા હતા. તે અગાઉતેઓ સિંગાપુર ખાતે હતા. જ્યાં શનિવારે તેમણે ભારતીય નૌસેનાનાં જવાનો સાથે મુલાકાત કરી હતી. આઇએનએસ સતપુરાનાં જવાનોએ વડાપ્રધાન મોદીની હાજરીમાં ભારત માતા કી જયનનાં નારા લગાવ્યા હતા. આઇએનએસ સાતપુરા જહાજ આ વિસ્તારની દેખરેખ માટે ભારતની તરફથી ત્યાં ફરજંદ કરવામાં આવ્યું છે. અગાઉ પણ બંન્ને દેશોની વચ્ચે 8 સમજુતીઓ પર હસ્તાક્ષર થયા હતા. 
 



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સિંગાપુરમાં 8 સમજુતીઓ પર હસ્તાક્ષર
એક દિવસ પહેલા મોદીએ પોતાનાં સમકક્ષ લી સીન લુંગની સાથે દ્વિપક્ષીય બેઠક યોજી હતી. મોદીએ બેઠક બાદ લીની સાથે સંયુક્ત પત્રકાર પરિષદમાં કહ્યું કે, અમે વ્યાપક આર્થિક સહયોગ સમજુતી (સીઇસીએ)ની બીજી સમીક્ષાથી ખુશ છીએ. બંન્ને દેશોએ 2005માં આના પર હસ્તાક્ષર કર્યા હતા. ભારતે સિંગાપુર ઉપરાંત અન્ય કોઇ પણ દેશ સાથે આ પ્રકારની સમજુતી કરી નથી. ભારત અને સિંગાપુરની વચ્ચે દ્વિપક્ષીય વ્યાપાર બમણો થઇને 25 અબજ ડોલર સુધી પહોંચી ગયો છે. 


 



બાપુની પટ્ટીકાનું અનાવરણ કર્યું હતુ
અગાઉ વડાપ્રધાન મોદીએ સિંગાપુરમાં અમેરિકી સંરક્ષણ સચિવ જિમ મૈટિસ સાથે મુલાકાત રકી હતી. અમેરિકી સંરક્ષણ સચિવ સાથે મુલાકાત પહેલા મોદીએ સિંગાપુરનાં પુર્વ વડાપ્રધાન ગોહ ચોક તોંગ સાથે મુલાકાત કરીને ક્લિફોર્ડ પિયરમાં મહાત્મા ગાંધીની પટ્ટિકાનું અનાવરણ પણ કર્યું હતું.