નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે મંત્રી પરિષદની બેઠકમાં બધાને કહ્યું કે તેઓ સમયસર ઓફિસ પહોંચે, ઘરેથી કામ કરવાથી બચે અને લોકો માટે ઉદાહરણ રજુ કરે. બેઠક બાદ સૂત્રોએ જણાવ્યું કે નવી સરકારની  પહેલી મંત્રી પરિષદની બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વરિષ્ઠ મંત્રીઓને કહ્યું કે તેઓ નવા મંત્રીઓને સાથે લઈને ચાલે. રાજ્ય મંત્રીઓને મોટી ભૂમિકા આપવાની વાત કરતા પીએ મોદીએ કહ્યું કે કેબિનેટ મંત્રીઓએ તેમની સાથે મહત્વપૂર્ણ ફાઈલો શેર કરવી જોઈએ. તેનાથી ઉત્પાદકતા વધશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સૂત્રોના જણાવ્યાં મુજબ પીએમ મોદીએ કહ્યું કે ફાઈલોના ઝડપથી નિકાલ માટે કેબિનેટ મંત્રી અને તેમના સહાયક મંત્રી સાથે બેસીને પ્રસ્તાવોને મંજૂરી આપી શકે છે. સમયસર ઓફિસ પહોંચવાની વાત પર  ભાર મૂકતા પીએમ મોદીએ કહ્યું કે તમામ મંત્રીઓ સમયસર ઓફિસ પહોંચે અને થોડો સમય કાઢીને અધિકારીઓ પાસેથી મંત્રાલયના કામકાજની જાણકારી લે. તેમણે કહ્યું કે મંત્રીઓએ ઓફિસ આવવું જોઈએ અને ઘરેથી કામ કરતા બચવું જોઈએ. આ સાથે જ તેમણે પાર્ટી સાંસદો અને જનતાને પણ મળતા રહેવું જોઈએ. 


જુઓ LIVE TV


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...