નવી દિલ્હી: દેશમાં લોકસભા અને વિધાનસભાઓની ચૂંટણી એક સાથે કરાવવાના વિષય પર બોલાવવામાં આવેલી સર્વપક્ષીય બેઠક બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે તમામ પાર્ટીઓના અધ્યક્ષો સાથે તેમની બેઠક સારી રહી. વડાપ્રધાન મોદીએ એક ટ્વીટમાં  કહ્યું કે, "રાષ્ટ્રીય મહત્વના અનેક મુદ્દાઓ પર ચર્ચાઓ થઈ. મેં અનેક નેતાઓને તેમની સલાહ માટે આભાર માન્યો."


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બેઠક બાદ રક્ષા મંત્રી રાજનાથ સિંહે તેની જાણકારી આપી. સિંહે કહ્યું કે મોટાભાગના પક્ષોએ એક રાષ્ટ્ર, એક ચૂંટણીના મુદ્દે પોતાનું સમર્થન આપ્યું. સીપીઆઈએમ અને સીપીઆઈએ પોતાના અલગ મત રજુ કર્યાં પરંતુ તેમના આ વિચારનો વિરોધ કોઈએ કર્યો નહીં. રાજનાથ સિંહે કહ્યું  કે "અમે 40 પાર્ટીઓને સર્વપક્ષીય બેઠકમાં બોલાવી હતું પરંતુ તેમાંથી 21 પાર્ટીઓના અધ્યક્ષોએ બેઠકમાં ભાગ લીધો અને અન્ય 3 પાર્ટીઓએ લેખિતમાં પોતાના મત રજુ કર્યાં."


વડાપ્રધાને આ  મુદ્દે સર્વસંમત્તિ બનાવવા માટે તમામ રાજકીય પક્ષોના પ્રમુખોની એક બેઠક બોલાવી હતી જેમાં 40 પક્ષોને આમંત્રિત કરાયા હતાં. પરંતુ 21 પાર્ટીઓ જ આ બેઠકમાં સામેલ થઈ જ્યારે 3 પક્ષોએ લેખિતમાં પોતાના વિચારો રજુ કર્યાં. 


જુઓ LIVE TV


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...