નવી દિલ્હી: દેશભરમાં રામ મંદિરના નિર્માણની માગણી જોરશોરથી ઉઠી રહી છે. આ બધા વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પહેલીવાર આ મુદ્દે નિવેદન આપ્યું. રાજસ્થાનના અલવરમાં ચૂંટણી સભા દરમિયાન તેમણે કોંગ્રેસ પર આરોપ લગાવતા  કહ્યું કે રામ મંદિર નિર્માણના કાર્યમાં કોંગ્રેસ રોડા નાખી રહી છે. તેમણે કહ્યું કે અયોધ્યા મામલે કોંગ્રેસ ન્યાયિક પ્રક્રિયામાં દખલગિરી કરી રહી છે. અયોધ્યા મામલે કોંગ્રેસના વકીલે કોર્ટમાં સુનાવણી ટાળવાની અપીલ કરી હતી. કોંગ્રેસ ખુબ મોટો ખેલ ખેલી રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પીએમ મોદીએ કહ્યું કે સુપ્રીમ કોર્ટના મોટા મોટા વકીલોને કોંગ્રેસ રાજ્યસભામાં મોકલવા લાગી છે. ભાજપ પાસે હજુ રાજ્યસભામાં બહુમત નથી. પરંતુ રાજ્યસભામાં કોંગ્રેસ ગંદો ખેલ ખેલી રહી છે. સુપ્રીમ કોર્ટના વકીલ રામ મંદિર મામલે દબાણ નાખે છે. તેઓ કહે છે કે 2019 સુધી આ કેસ પર ચુકાદો ન આવવા દો. આ પ્રકારે દબાણ સર્જવાનું રાજકારણ રમી રહી છે. 


તેમણે કહ્યું કે 'આજે રાજ્યસભાના સભ્ય મોટા વકીલ સુપ્રીમ કોર્ટના ન્યાયાધિશો વિરુદ્ધ મહાભિયોગ લાવીને ડરાવવાની કોશિશ કરે છે. સંવેદનશીલ મુદ્દાઓની સુનાવણી રોકવાનું પાપ કરે છે. આ લોકો દેશની ન્યાયપાલિકાને બંધક બનાવવાની કોશિશ કરે છે. દેશ તેના માટે તેમને ક્યારેય માફ કરશે નહીં. પરંતુ અમે ન્યાયપાલિકાની સ્વતંત્રતા માટે  કામ કરીશું. અમે તેમના કાળા મનસૂબાઓને લોકતંત્રના મંદિરમાં ક્યારેય પૂરા થવા દઈશું નહીં.'


પીએમ મોદીએ કહ્યું કે 'કોંગ્રેસ પાર્ટી એટલી હદે નીચી જઈ રહી છે કે તેમણે રાજકારણના સંસ્કારો છોડી દીધા છે. શિષ્ટાચાર ભૂલી ગયા છે અને ચૂંટણીમાં વિકાસના મુદ્દાઓ પર ચર્ચા કરવા માટેની હિંમત પણ ખોઈ ચૂક્યા છે. કોંગ્રેસ પાસે ચૂંટણીનો મુદ્દો નથી તો તેઓ હવે મોદીની જાત પૂછે છે. કોંગ્રેસ જાતિવાદનું ઝેર ફેલવવામાંથી બહાર આવતી નથી. કોંગ્રેસ પાર્ટી જાતિવાદના ઝેરમાં ડૂબી છે. દલિતો અને પછાતો પ્રત્યે નફરતના ભાવ કોંગ્રેસની નસનસમાં ભરેલુ છે.'