અંબિકાપુર: પીએમ નરેન્દ્ર મોદીએ આજે કોંગ્રેસને ગાંધી પરિવારમાંથી બહારની વ્યક્તિને ઓછામાં ઓછા 5 વર્ષ માટે પાર્ટી અધ્યક્ષ બનાવવાનો પડકાર ફેંક્યો. મોદીએ કહ્યું કે જો કોંગ્રેસ (ગાંધી) પરિવાર સિવાયની બહારની કોઈ વ્યક્તિને ઓછામાં ઓછા 5 વર્ષ માટે પાર્ટી અધ્યક્ષ બનાવે, ત્યારે વિશ્વાસ થશે કે પંડિત જવાહરલાલ નહેરુએ ખરેખર લોકતાંત્રિક પ્રણાલી વિક્સિત કરી હતી. 



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

છત્તીસગઢમાં 20 નવેમ્બરના રોજ થનારા બીજા તબક્કાના મતદાન માટે અહીં એક ચૂંટણી રેલીને સંબોધન કરતા પીએમ મોદીએ કહ્યું કે હું પડકાર ફેંકવા માંગુ છું કે પરિવારમાંથી બહારના કોંગ્રેસના કોઈ સારા નેતાને પાંચ વર્ષ માટે પાર્ટી અધ્યક્ષ બનાવી દો, પછી હું માનીશ કે નહેરુજીએ ખરેખર લોકતંત્ર પ્રણાલી વિક્સિત કરી હતી. તેમણે કહ્યું કે કોંગ્રેસ ચાર પેઢીઓથી દેશ પર શાસન કરતી આવી છે અને તેણે હિસાબ આપવો જોઈએ કે દેશ માટે શું કર્યું છે. 



પીએમ મોદીએ કહ્યું કે જનતાએ એ વાતને ફગાવી દીધી છે કે દિલ્હીમાં લાલ કિલ્લાની પ્રાચિરથી બોલવાના હક ફક્ત એક જ પરિવારને છે. પહેલા તબક્કાની ચૂંટણીમાં મતદારોની જબરદસ્ત ભાગીદારી સંબંધે તેમણે કહ્યું કે વિધાનસભા ચૂંટણીના પહેલા તબક્કામાં રેકોર્ડબ્રેક મતદાન કરીને છત્તીસગઢના બસ્તરની જનતાએ નક્સલીઓને જડબાતોડ જવાબ આપ્યો છે.