નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે પોતાના સંસદીય મતવિસ્તાર વારાણસી પહોંચશે. વડાપ્રધાનનો આ પ્રવાસ એક દિવસનો છે. લોકસભા ચૂંટણીમાં ભવ્ય જીત મેળવ્યા બાદ વડાપ્રધાનનો આ બીજો વારાણસી પ્રવાસ છે. સવારે લગભગ 10.30 કલાકે વડાપ્રધાન મોદી લાલ બહાદુર શાસ્ત્રી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પહોંચશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એરપોર્ટ બહાર પૂર્વ વડાપ્રધાન લાલબહાદુર શાસ્ત્રીની પ્રતિમાનું અનાવરણ કરશે. પ્રતિમાનું અનાવરણ કર્યા બાદ લગભગ 11 કલાકે પીએમ હરહુઆના પંચકોશી માર્ગ પર પહોંચશે. પંચકોશી માર્ગ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી પીપળાનો રોપો વાવીને વૃક્ષારોપણ અભિયાનની પણ શરૂઆત કરશે. 


સવારે લગભગ 11.30 કલાકે વડાપ્રધાન હરહુઆથી લાલપુર ટ્રેડ ફેસિલિટી સેન્ટર પહોંચશે. લાલપુર ટ્રેડ ફેસિલિટીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાજપના દેશવ્યાપી સદસ્યતા અભિયાનની શરૂઆત કરશે. લગભગ 12.30 કલાકે તેઓ લાલપુરથી વારાણસીના રાજેન્દ્રપ્રસાદ ઘાટ  પર આવેલા માનમંદિર માટે રવાના થશે. માન મંદિર બાદ વડાપ્રધાન લગભગ 1 કલાકે પોલીસ લાઈન હેલિપેડ રવાના થશે. પોલીસ લાઈનથી પીએમ મોદી વારાણસીના લાલ બહાદુર શાસ્ત્રી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પહોંચશે અને ત્યાંથી દિલ્હી માટે રવાના થઈ જશે. 


જુઓ LIVE TV


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...